ન્યૂ યોર્ક52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતની વધુ એક છોકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવા જઈ રહી છે. યુવતીનું નામ પૂજા બોમન છે અને તે ન્યૂયોર્કમાં રહે છે. પૂજાએ તાજેતરમાં જ પાકિસ્તાની સ્પિનર રઝા હસન સાથે સગાઈ કરી છે. બંને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના છે.
32 વર્ષીય રઝા હસને એક ઇન્સ્ટા પોસ્ટમાં પૂજા સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી. ફોટોમાં, પૂજા હાસન સાથે તેની સગાઈની વીંટી બતાવતી જોવા મળે છે. બંનેએ દરિયા કિનારે ફોટોશૂટ કરાવ્યું હતું. રઝાએ લાલ રંગનો કુર્તો પહેર્યો છે, જ્યારે પૂજા વાઈન કલરના સૂટમાં જોવા મળી રહી છે. રઝાની આંખો પર સનગ્લાસ છે. બંનેના ચહેરા પર સ્મિત છે. રઝા તેની મંગેતર પૂજાનો હાથ પકડીને રોમેન્ટિક અંદાજમાં ઉભો છે.
રઝા હસને આ પોસ્ટથી પૂજા સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી.
રઝાએ લખ્યું- ‘મેં લગ્ન માટે કહ્યું અને તે રાજી થઈ ગઈ’ રઝા હસને પોસ્ટમાં લખ્યું, ‘મને એ જાહેરાત કરતાં ખુશી થાય છે કે મેં સગાઈ કરી લીધી છે. મેં મારા પ્રેમને મારું આખું જીવન સાથે વિતાવવા કહ્યું અને તેણી સંમત થઈ. અમે અમારી નવી સફર માટે ઉત્સાહિત છીએ.’
પૂજા બોમને રઝા હસન સાથે તેની સગાઈની વીંટી બતાવી.
પૂજા ઇસ્લામ અંગીકાર કરવા તૈયાર રઝા હસને મીડિયાને કહ્યું, હું પૂજા સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું કે પૂજા હિંદુ ધર્મમાં માને છે, પરંતુ તેને ઇસ્લામ ધર્મમાં ખૂબ જ રસ છે અને તે તેના ભાવિ પતિ માટે પોતાનો ધર્મ બદલવા તૈયાર છે. રઝાએ ઓક્ટોબર 2014માં ODIમાં પદાર્પણ કર્યું હતું, જે તેની પ્રથમ અને છેલ્લી ODI સાબિત થઈ હતી.
આ યુવતીઓએ પણ પાકિસ્તાની ક્રિકેટરો સાથે લગ્ન કર્યા, જુઓ તસવીરો
1. શામિયા આરઝુ
હરિયાણાની શામિયા આરઝુએ 2019માં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી સાથે લગ્ન કર્યા હતા.
2. સાનિયા મિર્ઝા
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાનના દિગ્ગજ બેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.
3. રીટા લુથરા
ભારતની રીટા લુથરાએ 1988માં અનુભવી બેટર ઝહીર અબ્બાસ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં રીટા લુથરાએ પોતાનો ધર્મ બદલી નાખ્યો.
4. રીના રોય
બોલિવૂડ અભિનેત્રી રીના રોયે 1980માં પાકિસ્તાની બેટર મોહસીન ખાન સાથે લગ્ન કર્યા હતા.
5. નોનીતા લાલ
ભારતની નોનીતા લાલે પાકિસ્તાની ગોલ્ફર ફૈઝલ કુરેશી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી ફૈઝલ અને નોનીતા ભારતમાં સ્થાયી થયા.