- Gujarati News
- International
- Teaching Only Answers Makes Maths Harder, Avoid Race Of Who Solves First, Teach Different Methods Of Finding Answers
ન્યૂયોર્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ગણિતના વર્ગમાં પહેલા જવાબ આપતા વિદ્યાર્થીને જ સ્માર્ટ માનવામાં આવે છે. અહીંથી જ બીજા વિદ્યાર્થીઓમાં તેને લઇને ડર પેદા થાય છે. મેથ માઇન્ડની લેખિકા શાલિની શર્મા અનુસાર આપણે પહેલાં જવાબની રેસમાં ફસાઇ જઇએ છીએ, જ્યારે જવાબની પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ છે. વાસ્તવમાં, કોઇ સવાલનો ઉકેલ લાવવાનો અર્થ એ સમજાવવાનો છે કે શું થઇ રહ્યું છે. તમે સમસ્યાને જે રીતે સમજો છો, બની શકે અન્ય તેને અલગ રીતે સમજતા હોય. તેથી જવાબ શોધવાનો રસ્તો પણ અલગ હશે. એટલે જ શરૂઆતથી જ તેને આદત બનાવવી જરૂરી છે.
63+37ની ફોર્મ્યુલા: શર્મા કહે છે કે વર્ગમાં શિક્ષક પૂછે છે કે 63+37 કેટલા થશે. આવું કરતા જ તેઓ ગણિતને એક વ્યક્તિગત રમતમાં બદલી નાખે છે. બાળકો પહેલા જવાબ આપવામાં સંઘર્ષ કરે છે. જવાબ જ એક માત્ર વસ્તુ મહત્ત્વ ધરાવે છે અને સમજણ પાછળ રહી જાય છે. દરમિયાન બાળકો તે અસલ વસ્તુથી દૂર થઇ જાય છે જે ગણિતમાંથી મળે છે. હવે માની લો કે શિક્ષક કહે કે 63+37નો જવાબ 100 છે. એ ન કહો, મને એ કહો કે આની ગણતરી કઇ રીતે કરી? પહેલું સ્ટેપ શું હતું? સવાલ બદલાતા જ ગણિત એક પ્રક્રિયામાં બદલાઇ જાય છે. હોઈ શકે કે તેમાં કોઇ બાળકનો જવાબ હોય કે તેઓએ પહેલાં 60 અને 30ને જોડ્યા, પછી 3 અને 7ને. કોઇ બીજાએ 93માં 7ને જોડ્યા હશે.
તર્ક કરવાનું શીખવો: ટેક્સાસ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર મેટિક્સ ઇરીન એમ ગાંબા કહે છે કે શિક્ષક વિદ્યાર્થીઓની તર્ક કરવાની ક્ષમતા વિકસિત કરે. તેનાથી કોઇ સમસ્યા અને તેના ગણિતનાં પાસાં વચ્ચે સંબંધ સમજવામાં મદદ મળે છે. એટલું જ નહીં, તેઓ દર મહિને કેટલાં બાળકોને તેમની વાત સમજાઇ તે ચેક કરે. દરેક બાળકનું સમજનું સ્તર અલગ હોય છે, તો શિક્ષકનો પડકાર તેને સમજાવવાનો હોય છે. એક જ રીત પર ભરોસો ખોટો: મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાં મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સના હેડ નેથાનિયલ વિટેકર કહે છે કે આપણે કોઇ સવાલને ઉકેલવા માટે એક જ સ્ટેપ બાઇ સ્ટેપ મેથડ પર ભરોસો કરવાનું શીખવાડીએ છીએ. તેને તેજ રાખવા માટે નિરંતર કામની જરૂર હોય છે. સતત આવું થવાથી વિદ્યાર્થી ‘સમસ્યાનું સમાધાન’’ કરવાની ક્ષમતાને અનેક હદ સુધી ગુમાવી બેસે છે. એટલે જ વિદ્યાર્થીઓને તેના માટે યોગ્ય પ્રક્રિયા શોધવામાં મદદરૂપ બનો. તેમને માત્ર ગણિતની ફોર્મ્યુલા નહીં, તેની પાછળનું કારણ પણ સમજાવો.
ઇમેજ-વીડિયો દર્શાવીને સવાલ કરો, પ્રેક્ટિકલ પણ કરાવો ગાંબા અનુસાર શિક્ષક નવી નવી રીતથી શીખવાડે. જેમ કે ક્લાસ શરૂ કરવા સમયે બુકથી અલગ ઇમેજ અથવા વીડિયો દેખાડીને બાળકોને સવાલ કરો. અથવા સ્કૂલમાં નાનો સ્ટોર ખોલીને બાળકોને કાઉન્ટર સંભાળવા આપો. બટન અને બ્લૉકની મદદથી ગુણાકાર-ભાગાકાર શીખવાડવું સરળ હોય છે. તેનાથી પણ વધુ જરૂરી છે કે દરેક બાળક સાથે અલગ અલગ વાત કરો અને તેની નાની જીતની પણ ઉજવણી કરો. તેમને ઇનામ આપો.