- Gujarati News
- Sports
- Cricket
- ENG Vs SA | England Vs South Africa Women’s T20 World Cup 2024 UpdateWomen’s World Cup England Reaches Top Of Group B
શારજાહ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહિલા વર્લ્ડ કપની નવમી મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડ ગ્રૂપ Bમાં ટોપ પર પહોંચી ગયું છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં, સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા. સોફી એક્લેસ્ટોને 15 રનમાં 2 વિકેટ લીધી હતી.
ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે નતાલી સિવર બ્રન્ટ અણનમ 48 અને ઓપનર ડેનિયલ વ્યાટે 43 રન સાથે અણનમ 48 રનની ઇનિંગ્સ રમી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. મેચ વિનિંગ પાર્ટનરશિપના કારણે ઇંગ્લેન્ડે 4 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
સોફી એક્લેસ્ટને દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વૂલવર્થને 42 રને બોલ્ડ આઉટ કર્યો હતો.
પ્લેયર ઑફ ધ મેચ એક્લેસ્ટન પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવનારી ઇંગ્લિશ ટીમે દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિકેટ 31 રનમાં લીધી હતી. અહીં તાજમીન બ્રિટ્સને લિન્સે સ્મિથે આઉટ કર્યો હતો. કેપ્ટન લૌરા વૂલવર્થે શાનદાર બેટિંગ કરી. તેણે ટીમને સારી શરૂઆત અપાવી અને 42 રન બનાવ્યા. તેને એક્લેસ્ટને બોલ્ડ કર્યો હતો. સોફી એક્લેસ્ટને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની બે મુખ્ય બેટર્સને આઉટ કરીને મેચ ઇંગ્લેન્ડની તરફેણમાં ફેરવી દીધી હતી. લૌરા વૂલવર્થ ઉપરાંત એની ડર્કસેને 11 બોલમાં અણનમ 20 અને મેરીજન કેપે 17 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.
સોફી એક્લેસ્ટોને 15 રનમાં 2 વિકેટ લીધી હતી.
બ્રન્ટ અને વ્યાટની મેચ વિનિંગ ભાગીદારી 125 રનને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે તેની પ્રથમ વિકેટ 16 રનમાં ગુમાવી દીધી હતી. આ પછી સિવર બ્રન્ટે 36 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રન્ટે ઓપનર વ્યાટ સાથે મળીને 55 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. ડેનિયલ વ્યાટે 43 રનની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા.
સાઉથ આફ્રિકા માટે મેરિઝાન કેપ, એન. માલાબા અને નાદીન ડી ક્લાર્કે એક-એક વિકેટ લીધી હતી. આ પહેલા કેપે પણ બેટથી 17 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું. ગત મેચની જેમ આ મેચમાં પણ ઇંગ્લેન્ડની ટીમ ચાર સ્પિનરો સાથે ઉતરી હતી.
બ્રન્ટ અને વ્યાટે મળીને 55 બોલમાં 64 રન જોડ્યા હતા.