બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રીમાં જે પ્રકારે જી-કાસ પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી, તે પ્રકારે પીએચડીની પ્રક્રિયા પણ જી-કાસ પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. એમ.એસ.યુનિવર્સિટી સહિત કોઇ પણ યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટેની પ્રક્રિયા કોમન
.
પીએચડીના વિદ્યાર્થીઓ માટે જી-કાસ પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. એમ.એસ. યુનિવર્સિટી દ્વારા પીએચડીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં 10 ઓક્ટોબર સુધી પીએચડી માટે એપ્લિકેશન કરી શકાશે. આ જ સમયગાળામાં વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ફીનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. 11 થી 18 ઓક્ટોબર સુધી વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવશે. સામાન્ય રીતે પીએચડીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એમ.એસ.યુનિવર્સિટીમાં સમગ્ર વર્ષ દરમિયાન ગમે તે સમયે કરી શકાતી હતી. જોકે હવે જી-કાસ પોર્ટલના માધ્યમથી પ્રક્રિયા કરવાની હોવાથી વર્ષમાં બેવાર પ્રક્રિયા કરવામાં આવશે.
પહેલાં પીએચડીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સમયે વિદ્યાર્થીએ રિસર્ચ ગાઇડ શોધવા પડતા હતા અથવા તો રિસર્ચ ગાઇડ વિદ્યાર્થી શોધતા હતા. જ્યારે હવેથી જી-કાસના માધ્યમથી પ્રક્રિયા થવાની હોવાથી ડિપાર્ટમેન્ટ દ્વારા જ પીએચડીનું રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને રિસર્ચ ગાઇડ એલોકેટ કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીને રિસર્ચ ગાઇડ માટેની મંજૂરી સહિતની પ્રક્રિયામાંથી છૂટકારો મળશે. કોમન પોર્ટલના માધ્યમથી એડમિશન પ્રક્રિયા પ્રથમવાર થવા જઇ રહી છે, જેના પગલે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર કઇ તારીખે કઇ પ્રક્રિયા કરવામાં આવશે તેની માહિતી જાહેર કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા કોમન એકટના અમલ બાદ કોમન એડમીશન પ્રક્રિયા કરી હતી. જીકાસ પોર્ટલના માધ્યમથી કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાના કારણે હજારો વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે રાહ જોવાનો વારો આવ્યો હતો અને સંખ્યાબંધ જગ્યાએ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત પણ રહી ગયા હતા. જેથી વાલીઓને મસમોટી ફી ભરીને ખાનગી કોલેજોમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો હતો. જોકે પાછળથી બેઠકો ખાલી પડી હતી અને પ્રવેશ પ્રક્રિયા ફરીથી કરાઇ હતી જોકે વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં પ્રવેશ લઇ લીધો હોવાથી વાલીઓમાં પણ ભારે રોષ વ્યાપી ગયો હતો.
કઇ તારીખે કઇ પ્રક્રિયા કરાશે?
- 1 થી 10 ઓક્ટોબર એપ્લિકેશન કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરાશે ફી ભરાશે
- 11 થી 18 ઓક્ટોબર જે તે ફેકલ્ટી દ્વારા ઓનલાઇન અરજીઓનું વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાશે
- 19 ઓક્ટોબરથી 17 નવેમ્બર ગાઇડનું એલોટમેન્ટ કરવાની પ્રક્રિયા કરાશે
- 18 થી 26 નવેમ્બર જે તે ફેકલ્ટી દ્વારા ડીઆરસી પ્રોસેસની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
- 28 -29 નવેમ્બર પીએચડીના એલિજિબલ ઉમેદવારની યાદી જાહેર કરાશે
- 30 નવેમ્બરથી 7 ડિસેમ્બર વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પીએચડીની ફી પેમેન્ટ કરવાની રહેશે
વિદ્યાર્થીની 16 હજાર, વિદ્યાર્થિનીની 11 હજાર ફી એમ.એસ. યુનિવર્સિટીમાં પીએચડી માટે વિદ્યાર્થીની આખા વર્ષની ફી 16 રૂપિયા છે, જ્યારે વિદ્યાર્થિનીઓની ફી આખા વર્ષની ફી 11 હજાર રૂપિયા છે. પીએચડીના વિદ્યાર્થીઓની ફી વિવિધ યુનિવર્સિટીમાં અલગ-અલગ હોય છે.