1 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિંઘમ અગેન’ દિવાળી પર રિલીઝ થવાની છે. લોકો છેલ્લા 10 વર્ષથી અજય દેવગન સ્ટારર આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, ‘સિંઘમ’ 2014માં રિલીઝ થઈ હતી.
અજય દેવગને રણવીર સિંહ સ્ટારર ‘સિમ્બા’ અને અક્ષય કુમાર સ્ટારર ‘સૂર્યવંશી’માં સિંઘમની ભૂમિકા ભજવી છે. પરંતુ કોપ યુનિવર્સની આ ફિલ્મોમાં અજય માત્ર કેમિયો કરતો જોવા મળ્યો હતો. તેમના પોતાના પાત્રની કહાની છેલ્લા 10 વર્ષથી આગળ વધી રહી ન હતી.
આ ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. સાઉથની ફિલ્મો એક્શન મસાલા એન્ટરટેઈનર્સથી ભરપૂર હોય છે. ‘સિંઘમ અગેન’ના ટ્રેલર બાદ લાગી રહ્યું છે કે રોહિતે ફિલ્મમાં સાઉથનો તડકો અજમાવવાનો પ્રયાસ કર્યો છે.
દીપિકા પાદુકોણની એન્ટ્રી અત્યાર સુધી રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની કહાની મુંબઈ-ગોવા વચ્ચે રહી છે. ‘સિંઘમ અગેન’માં દીપિકા પાદુકોણની એન્ટ્રી પર નજર કરવામાં આવે તો ‘લેડી સિંઘમ’ શક્તિ શેટ્ટીનું પાત્ર બેંગ્લોરનું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દીપિકાના યુનિફોર્મ પરની નેમ પ્લેટ અંગ્રેજી અને કન્નડ બંને ભાષામાં છે.
ટાઇગર ડાન્સ બેંગલુરુના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક લોકનૃત્ય ખૂબ જ ફેમસ છે જેને ‘હુલિ વેશા’ કહેવામાં આવે છે. આ નૃત્ય દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે, જેનું વાહન વાઘ છે. આ નૃત્યમાં ભક્તો વાઘની જેમ ગેટઅપમાં ડાન્સ કરે છે. આ નૃત્ય સૌથી વધુ મેંગલોર દશેરા પર કરવામાં આવે છે. ટ્રેલરમાં દિપીકાની એન્ટ્રીના સમયે ‘હુલિ વેશા’ લોકનૃત્યનો એક સીન જોવા મળી રહ્યો છે. તેથી તેનો રોલ બેંગલુરુ સાઈડનો હોય તેવી ખાતરી કરી શકાય છે. દિપીકાએ 2013 માં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં કામ કર્યું હતું.
અર્જુન કપૂરનો વિલન રોલ ‘સિંઘમ અગેન’માં અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં છે. ફિલ્મમાં તેનું પાત્ર ડેન્જર લંકાનું છે. તે સાઉથના ફિલ્મોના ગેંગસ્ટર પાત્રોથી ખૂબ જ પ્રેરિત લાગે છે. તેની આસપાસ ચાલતા ગુંડાઓ પણ સાઉથના હોય તેવું લાગી રહ્યું છે. એક સીનમાં લંકા (અર્જુન કપૂર) મોઢામાં ધારદાર હથિયાર સાથે ચાલતો દેખાડવામાં આવ્યો છે.
સાઉથની ફિલ્મોની બે એવી ફિલ્મો છે જેમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ‘વિક્રમ’માં રોલેક્સનું પાત્ર આ પ્રકારની એક્શનમાં દેખાયો હતો અને ‘KGF ચેપ્ટર 1’માં રોકીનું પાત્ર વિલન ગરુડને મારે છે ત્યારે આ પ્રકારનો જ સીન જોવા મળ્યો હતો.
અજયનો ધમાકેદાર મશીનગન વાળો સીન ‘સિંઘમ અગેઇન’માં અજય દેવગનનો હેવી મશીનગનવાળો સીન જોઈ શકાય છે(જે M2 બ્રાઉનિંગ જેવી લાગે છે). તમને ‘KGF ચેપ્ટર 2’માં યશનો મશીનગન ફાયરિંગવાળો સીન યાદ હશે. ‘વિક્રમ’માં કમલ હાસન પણ ક્લાઈમેક્સમાં હેવી મશીનગન સાથે ફાઇટ કરતો જોવા મળે છે અને ‘કૈથી’માં તમિલ સ્ટાર કાર્તિનો પણ આવો આઇકોનિક સીન જોવા મળે છે.