મુલતાન41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇંગ્લિશ બેટર જો રૂટ (33) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં 5 હજાર રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાન સામે મુલતાન ટેસ્ટમાં સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી.
મુલતાન ટેસ્ટના ત્રીજા દિવસે બુધવારે સદી ફટકારીને જો રૂટ ટોપ-5 ટેસ્ટ સ્કોરરની યાદીમાં સામેલ થઈ ગયો. આ યાદીમાં સૌથી ઉપર સચિન તેંડુલકર છે, જેણે 15 હજાર 921 ટેસ્ટ રન બનાવ્યા છે. જો રૂટ હવે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ટેસ્ટ બેટર પણ બની ગયો છે.
મુલતાન ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ ચાલી રહ્યો છે. સ્કોર 3 વિકેટે 320 રન છે. મુલતાન ટેસ્ટમાં જો રૂટનો રેકોર્ડ…
રૂટે પાકિસ્તાન સામે પ્રથમ દાવમાં પોતાની સદી પૂરી કરી લીધી છે.
1. WTCમાં 5 હજાર રન બનાવનાર પ્રથમ બેટર જો રૂટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. તેણે 59 મેચની 107 ઇનિંગ્સમાં 5 હજાર રનનો આંકડો પાર કર્યો. તેણે ટુર્નામેન્ટમાં 16 સદી અને 21 અડધી સદી ફટકારી છે.
1. ઇંગ્લેન્ડનો ટોપ સ્કોરર બન્યો, કૂકને પાછળ છોડ્યો જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ઇંગ્લિશ બેટર બની ગયો છે. તેણે ભૂતપૂર્વ ઓપનર એલિસ્ટર કૂકને પાછળ છોડી દીધો. કુકે 161 મેચમાં 45.35ની એવરેજથી 12472 રન બનાવ્યા હતા.
3. વિશ્વના ટોપ-5 ટેસ્ટ સ્કોરર્સમાં સામેલ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વના ટોચના બેટર્સની યાદીમાં રૂટ 5માં નંબરે આવી ગયો છે. તેણે પોતાના જ દેશના પૂર્વ ઓપનર એલિસ્ટર કૂક (12472 રન)ને પાછળ છોડી દીધો. આ યાદીમાં સચિન તેંડુલકર (15921 રન) પહેલા, રિકી પોન્ટિંગ (13378 રન) બીજા, જેક કાલિસ (13289 રન) ત્રીજા અને રાહુલ દ્રવિડ (13288 રન) ચોથા ક્રમે છે.