21 મિનિટ પેહલા
- કૉપી લિંક
PETA ઈન્ડિયાએ સલમાન ખાન અને રિયાલિટી શો બિગ બોસના નિર્માતાઓને મનોરંજન માટે પ્રાણીઓનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. આ વખતે ‘બિગ બોસ 18’માં ગધેડો કન્ટેસ્ટન્ટ તરીકે લાવવામાં આવ્યો છે. તેનું નામ ‘ગધરાજ’ છે. પરિવારના તમામ સભ્યો સાથે મળીને આ ગધેડાનું ધ્યાન રાખવાનું છે. એવામાં ‘પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ’ ઉર્ફે PETA ની નજર તેના પર પડી છે. શોમાં મનોરંજ માટે પ્રાણીને રાખવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.
PETA એ સલમાન ખાનને લખ્યો પત્ર PETA પ્રાણીઓના રક્ષણ માટે કામ કરતી એક બિન-સરકારી સંસ્થા એટલે કે NGO છે. જેને બિગ બોસના મેકર્સને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગધેડા શોમાં હોવા અંગે લોકો તરફથી ફરિયાદો મળી રહી છે. તેનાથી લોકો ખૂબ જ પરેશાન છે. ટીમે હોસ્ટ સલમાન ખાનને અને પ્રોડ્યુસરને મનોરંજનના હેતુઓ માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા અટકાવવા પણ વિનંતી કરી હતી.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, તેનાથી ન માત્ર જાનવર પરનું પ્રેશર ખત્મ થશે પરંતુ દર્શકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ બેસી જશે. અમે વિનંતી કરીએ છીએ કે વકીલ ગુણરત્ન સદાવર્તેને પણ વિનંતી કરો કે જેઓ તેમના ગધેડા મેક્સને શોમાં લાવ્યા છે, તે ગધેડો PETA ઇન્ડિયાને સોંપે. અમે તેને બચાવેલા ગધેડાઓ સાથે અભયારણ્યમાં રાખીશું.
આગળ લખવામાં આવ્યું છે કે, બિગ બોસ એ રમૂજનો શો છે, પરંતુ તેમાં પ્રાણીઓનો ઉપયોગ કરવો કોઈ હાસ્યની વાત નથી. ગધેડો કુદરતી રીતે નર્વસ પ્રાણી છે. તેના માટે અને અન્ય પ્રાણીઓ માટે, શો સેટ પરની લાઇટ્સ, અવાજો અને ઘોંઘાટ મૂંઝવણભર્યા અને ડરામણા છે. દર્શકો માટે ટીવી શોમાં પ્રાણી માટે કોઈ સ્થાન નથી, તેથી તેઓ નાની જગ્યામાં ગધેડાને ફસાયેલા જોઈને દુઃખી થાય છે.
અગાઉ પણ પ્રાણીઓ જોવા મળ્યા છે એવું પણ લખવામાં આવ્યું છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે બિગ બોસમાં કોઈ પ્રાણીને લાવવામાં આવ્યું હોય. અગાઉ, એક ડોગ , એક પોપટ અને માછલીને પણ શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે લાવવામાં આવ્યા છે. આ પત્ર સલમાન ખાન, વાયકોમ 18 નેટવર્ક (કલર્સ ચેનલ) અને પ્રોડક્શન હાઉસ બનિજય એશિયાને લખવામાં આવ્યો છે.