સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 સિરીઝની બીજી મેચ આજે દિલ્હીમાં રમાશે. મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે. ગ્વાલિયરમાં પ્રથમ મેચ જીતીને ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. આજની મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી શકે છે.
બાંગ્લાદેશને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા આજે કેટલાક પ્રયોગો કરી શકે છે. હર્ષિત રાણા અને રવિ બિશ્નોઈને પ્રથમ T20માં તક મળી ન હતી, બંને આજે પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે.
મેચ ડિટેઇલ્સ બીજી T20: ભારત Vs બાંગ્લાદેશ ક્યારે: 9 ઓક્ટોબર 2024 ક્યાં: અરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હી ટૉસ: સાંજે 6:30, મેચ: સાંજે 7:00.
ભારત પોતાની એકમાત્ર મેચ બાંગ્લાદેશ સામે દિલ્હીમાં જ હારી હતી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે. ભારત 14માં જીત્યું અને બાંગ્લાદેશ માત્ર એકમાં જીત્યું. આ જીત 2019માં દિલ્હીના મેદાન પર જ મળી હતી, આજની મેચ પણ દિલ્હીમાં જ રમાશે. આ સિવાય ભારતે તમામ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
ભારત હર્ષિત અને બિશ્નોઈને તક આપી શકે બાંગ્લાદેશને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા બીજી T20માં કેટલાક પ્રયોગો કરી શકે છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરના સ્થાને રવિ બિશ્નોઈને ડેબ્યૂ કેપ આપવામાં આવી શકે છે અને ફોર્મમાં રહેલા અર્શદીપ સિંહ અથવા મયંક યાદવના સ્થાને હર્ષિત રાણાને ડેબ્યૂ કેપ આપવામાં આવી શકે છે.
સૂર્યા આ વર્ષે ટોપ રન સ્કોરર ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે, પરંતુ તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેના પછી સૂર્યકુમાર યાદવે 2024માં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના નામે 12 મેચમાં 320 રન છે. સૂર્યાએ પ્રથમ મેચમાં પણ 29 રનની ઇનિંગ રમી હતી. તેને સંજુ સેમસન, અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાનો પણ પૂરો સાથ મળ્યો.
બોલરોમાં અર્શદીપ સિંહ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પ્રથમ મેચમાં પણ તેણે માત્ર 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જેના માટે તેને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. અર્શદીપે આ વર્ષે 13 મેચમાં 27 વિકેટ લીધી છે.
બાંગ્લાદેશ તરફથી હૃદોય સૌથી વધુ સ્કોરર તૌહિદ હૃદોયે 2024માં બાંગ્લાદેશ માટે સૌથી વધુ 428 રન બનાવ્યા છે. જોકે, પ્રથમ મેચમાં તે 18 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. લેગ સ્પિનર રિશાદ હુસૈને આ વર્ષે ટીમ માટે સૌથી વધુ 26 વિકેટ લીધી છે. જોકે, તે પ્રથમ મેચમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. મેહદી હસન મિરાજ બીજી મેચમાં પણ બાંગ્લાદેશ માટે મહત્વનો ખેલાડી સાબિત થઈ શકે છે.
પિચ રિપોર્ટ દિલ્હીમાં અત્યાર સુધીમાં 7 T-20 રમાઈ છે, અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 મેચ જીતી હતી અને ચેઝ કરતી ટીમે 4 મેચ જીતી હતી. બાંગ્લાદેશે પણ બાદમાં બેટિંગ કરતાં અહીં T20માં ભારતને હરાવ્યું હતું. છેલ્લી 5 મેચમાંથી ચારમાં માત્ર ચેઝ કરતી ટીમને જ સફળતા મળી હતી, આથી ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
હવામાન સ્થિતિ દિલ્હીમાં આજે મેચ દરમિયાન વરસાદની માત્ર 2% શક્યતા છે. તાપમાન 23 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. રાત્રે પણ ઝાકળ પડશે, જેના કારણે બોલિંગ ટીમને બોલ પકડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ/હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.
બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), પરવેઝ હસન ઈમોન, લિટન દાસ (વિકેટકીપર), ઝાકર અલી, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, મસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામ.