2 દિવસ પેહલા
- કૉપી લિંક
ટેરો કાર્ડ રીડર પ્રણિતા દેશમુખ પાસેથી જાણો સિંહ રાશિના લોકો માટે નવું વર્ષ 2024 કેવું રહેશે
સિંહ રાશિ DEATH, QUEEN OF SWORDS, THE EMPEROR
આ વર્ષે તમારે ધીરજ રાખવી પડશે. સખત મહેનતથી જ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકશે. પરિવારમાં મહિલાઓ સાથેના સંબંધમાં સુધારો થશે. પરિવારના સહયોગથી નિરાશા અને એકલતા દૂર થશે. પિતા સાથે સંબંધ બગડી શકે છે. વાતચીત કરતી વખતે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો, કડવી વાતો ન બોલો. પિતા સાથેના વિવાદનો ઉકેલ સરળતાથી નહીં આવે. પરિવારના સભ્યોના વિચારો સમજવા પડશે. આખા વર્ષ દરમિયાન પરિવાર સાથે ખૂબ જ જોડાયેલા રહેશો. તમારો પરિચય નવા મિત્રો સાથે થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં મુશ્કેલીઓ આવશે. જો તમે હિંમત જાળવી રાખશો તો તમને લાભ મળી શકે છે. તમારા કામથી અન્ય લોકો પણ પ્રેરિત થશે.
કરિયર
કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને નવા કોન્ટ્રાક્ટ મળશે. જૂના કોન્ટ્રાક્ટ રાખવા કે છોડી દેવા તે અંગે ખૂબ જ કાળજીપૂર્વક વિચાર કરો. કોઈપણ નિર્ણય પર પસ્તાવો ન થાય તેનું ખાસ ધ્યાન રાખો કારણ કે પછીથી નિર્ણય બદલવો શક્ય બનશે નહીં હોય. નોકરિયાત લોકો માટે વર્ષની શરૂઆતમાં વધુ મુશ્કેલીઓ આવશે. તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં તમને પ્રમોશન મળી શકે છે.
ઓફિસના રાજકારણમાં ફસાવાનું ટાળો. ફેરફારો વિશે ચિંતા કરશો નહીં, કારણ કે તે તમારી કમાણીને અસર કરશે નહીં. જે લોકો નવો ધંધો શરૂ કરવા માગે છે તેઓએ સંપૂર્ણ માહિતી લેવી જ પડશે. જોખમ લીધા વિના કામ કરશો તો સારું રહેશે. વર્ષની શરૂઆતમાં નુકસાન થઈ શકે છે, પરંતુ આ નુકસાનની ભરપાઈ થઈ શકે છે.
લવ
સંબંધોમાં બિનજરૂરી ચિંતા વધી શકે છે. ચિંતાને કારણે નકારાત્મક વિચારો વધશે. વિવાહિત લોકોએ પરસ્પર સંવાદિતા દ્વારા તેમના વિવાદોનું સમાધાન કરવું પડશે. બહારના લોકો સાથે ઘરની વાત ન કરો. લગ્ન કરવા ઇચ્છુકોના સંબંધ થઈ શકે છે. પરિવારના સભ્યોના કારણે લગ્ન નક્કી થઈ શકે છે. નવા સંબંધોમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ તાલમેલથી બધું ઉકેલાઈ જશે.
હેલ્થ
મહિલાઓએ સ્વાસ્થ્ય અંગે પણ વધુ સાવધાન રહેવું પડશે, કારણ કે નાની બીમારી પણ મોટું સ્વરૂપ લઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે રોગ થવાની શક્યતાઓ વધુ રહેશે. કોઈ મોટી સમસ્યા નહીં થાય, પરંતુ વારંવાર બીમારીને કારણે ચિંતાનો માહોલ રહેશે.
લકી કલર : સફેદ
લકી નંબર : 8