દિયોદર તાલુકાના રામપુરા (ધુ) ગામે બાઇક ચાલકને ટક્કર મારી મારમારતાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
.
દિયોદર તાલુકાના રામપુરા (ધુ)ના પ્રવિણભાઇ રાણાભાઇ પટેલ દૂધ ભરાવી બાઇક નં. જીજે. 08. ડી.બી. 1514 લઇ જઇ રહ્યા હતા. ત્યારે બોલેરો ગાડીના ચાલકે ઉમેશભાઇ મફાભાઇ પટેલે બાઇકને ટક્કર મારી પ્રવિણભાઇને ઇજા પહોચાડી હતી. આ અંગે કહેવા જતાં ઉમેશ પટેલ અને હિતેશભાઇ મફાભાઇ પટેલે ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.