મુંબઈ32 મિનિટ પેહલા
- કૉપી લિંક
આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં વ્યાજદર યથાવત્ રાખ્યા છે પરંતુ આગામી બેઠકમાં દર ઘટાડા તરફ પહેલું પગલું ભર્યું હોવાના કારણે શેરમાર્કેટમાં શરૂઆતી તબક્કામાં મજબૂતી જોવા મળી હતી પરંતુ અંતીમ કલાકમાં લાર્જકેપમાં પ્રોફિટબુકના કારણે સુધારો ધોવાઇ ગયો હતો અને સેન્સેક્સ 167.71 પોઈન્ટ ઘટીને 81467.1 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 684.4 પોઈન્ટ વધીને 82319.21 સુધી પહોંચ્યો હતો.
નિફ્ટી 31.20 પોઈન્ટ ઘટીને 24981.95 બંધ થયો હતો. વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર માસમાં જ 50000 કરોડ પાછા ખેંચી લીધા છે. તેની સામે સ્થાનિક રોકાણકારોએ તેટલી જ કિંમતનું રોકાણ ઉમેર્યું છે. સ્થાનિક રોકાણકારોના મજબૂત સપોર્ટના કારણે માર્કેટમાં મોટું કરેક્શન અટક્યું છે. માર્કેટ નિષ્ણાતોના મતે હજુ બજારમાં ફંડામેન્ટલ નબળા જણાઇ રહ્યાં છે. રોકાણકારોની મૂડી નજીવી વધી 462.24 લાખ કરોડ રહી હતી.
સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં બે દિવસથી મજબૂત સ્થિતી રહી છે પરંતુ આ સુધારો હાલ જળવાઇ રહે તે મુશ્કેલ હોવાનું દર્શાવી રહ્યાં છે. સેન્સેક્સ પેકમાં આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો અને એચડીએફસી બેંક ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 1.06 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.21 ટકા વધ્યા હતા જ્યારે સેક્ટોરલ ઇન્ડેક્સમાં રિયાલ્ટીમાં 2.21 ટકા, હેલ્થકેરમાં 1.68 ટકા, પાવરમાં 1.18 ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં 1.09 ટકા, ઈન્ડસ્ટ્રીયલમાં 0.96 ટકા અને ઓટોમાં 0.84 ટકાનો વધારો થયો છે. જ્યારે એફએમસીજી 1.31 ટકા, એનર્જી 0.78 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.64 ટકા અને મેટલ 0.08 ટકા ઘટ્યા હતા.
માર્કેટબ્રેથડ પોઝિટિવ, વિદેશી રોકાણકારોનું પ્રોફિટબુક યથાવત્ માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 4049 પૈકી 2705 સ્ક્રીપ્સમાં સુધારો અને 1248 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સલામતી તરફીનું રહ્યું છે. સેન્સેક્સ પેકમાં 15 સ્ક્રિપ્સ વધી હતી.FIIની 4562.71 કરોડની જંગી વેચવાલી સામે DII દ્વારા 3506.61 કરોડની ખરીદીનો સપોર્ટ હતો.
જારો એજ્યુકેશને ₹570 કરોડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું જારો એજ્યુકેશનએ સેબી પાસે ₹570 કરોડની IPO માટે DRHP ફાઇલ કર્યું છે. આ IPO ને હેન્ડલ કરવા માટે નિયુક્ત કરાયેલા મર્ચન્ટ બેન્કર્સમાં નુવામા વેલ્થ મેનેજમેન્ટ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને સિસ્ટેમેટિક્સ કોર્પોરેટ સર્વિસિસ છે. ટોચના 5 ભાગીદારોએ નાણાવર્ષ 22માં 86.15%ની સરખામણીમાં 2024માં કામગીરીમાંથી તેની આવકમાં 69.13% ફાળો આપ્યો હતો.