સ્પોર્ટ્સ ડેસ્ક14 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. નવેમ્બરમાં યોજાનારી ડેવિસ કપની ફાઈનલ નડાલની કારકિર્દીની છેલ્લી ઇવેન્ટ હશે. તેણે ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટથી ચાહકોને આ માહિતી આપી હતી.
38 વર્ષીય સ્પેનિશ સ્ટાર છેલ્લા કેટલાક સમયથી ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. 22 ગ્રાન્ડ સ્લેમના વિજેતા નડાલની ગણતરી વિશ્વના અત્યાર સુધીના મહાન ટેનિસ ખેલાડીઓમાં થાય છે. પુરૂષ ખેલાડીઓમાં, ફક્ત નોવાક યોકોવિચે તેના કરતા વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. યોકોવિચના નામે 24 ટાઇટલ છે.
નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર બીજા ખેલાડી મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર નડાલ બીજો ખેલાડી છે. નડાલે 22 ટાઇટલ જીત્યા છે. સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાની વાત કરીએ તો સર્બિયાના નોવાક યોકોવિચે અત્યાર સુધીમાં 24 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. માત્ર 4 વર્ષ પહેલા સ્વિત્ઝર્લેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ લીધી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા.
‘લાલ માટીનો રાજા’ તરીકે પ્રખ્યાત નડાલ એવો પુરુષ ખેલાડી છે જેણે સૌથી વધુ 14 વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે. તેથી જ નડાલને લાલ માટીનો રાજા કહેવામાં આવે છે. ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ એટલે કે લાલ માટીના બનેલા કોર્ટ પર રમાય છે.
ફ્રેન્ચ ઓપનમાં 18 વખત ભાગ લીધો, 112 મેચ જીતી, માત્ર ચારમાં હાર લાલ માટીનો રાજા તરીકે ઓળખાતા નડાલે વર્ષ 2022માં 14મી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે નડાલે 36 વર્ષની ઉંમરે 2022માં ટ્રોફી જીતી હતી, ત્યારે તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમરનો ચેમ્પિયન બન્યો હતો. નડાલે ફ્રેન્ચ ઓપનમાં 19 વખત ભાગ લેતા 112 મેચ જીતી છે અને માત્ર 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે, જે કોઈપણ એક ગ્રાન્ડ સ્લેમમાં પુરૂષો અને મહિલા વર્ગમાં વિશ્વ વિક્રમ છે.
નડાલ ગોલ્ડન સ્લેમ પણ જીત્યો નડાલે ગોલ્ડન સ્લેમ પણ જીત્યો છે. તે ગોલ્ડન સ્લેમ જીતનાર વિશ્વના ત્રણ પુરૂષ ખેલાડીઓમાં સામેલ છે. નડાલે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન સ્લેમ પુરો કર્યો હતો. ગોલ્ડન સ્લેમ એટલે ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર ખેલાડી. એટલે કે જે ખેલાડી ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, યુએસ ઓપનની સાથે ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો છે.