વડોદરા અને સુરતના માંગરોળમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાઓને પગલે હવે દરેક માતા પિતા પોતાની દીકરીઓની ચિંતામાં છે, ત્યારે વડોદરા શહેરના અણખોલ ગામ પાસે આવેલ કામધેનુ વુડ્સ સોસાયટીમાં મારી દીકરી મારે આંગણે થીમ ઉપર ગરબાનું કરવાનું આયોજન કરવામાં આવ્યું. જ
.
દીકરીઓ સોસાયટીમાં જ રમે એવો પ્રયાસ વડોદરા નજીક આવેલ અણખોલ ગામ પાસે આવેલ કામધેનુ વુડ્સ સોસાયટીમાં દર વર્ષે આ પ્રકારે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક મહિલા અને પુરુષો સોસાયટીમાં જ ગરબે રમે છે. અને વિવિધ થીમ પર ગરબા રમવામાં આવે છે. અત્યારે શહેરમાં મોટા મોટા ગરબાનું આયોજન થાય છે, પરંતુ અહીંની દીકરીઓ સોસાયટીમાં જ ગરબે રમે છે અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમો થકી દીકરીઓ સોસાયટીમાં જ રમે એવો પ્રયાસ કરવામાં આવે છે.
150થી વધુ લોકો સાફા બાંધીને ગરબે રમ્યા વડોદરા નજીક અણખોલ ખાતે આવેલી કામધેનુ વુડ્સ સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમારી કામધેનુ વુડ્સ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અમે શાફાની થીમ રાખી છે. 150થી વધુ ભાઈઓ અને બહેનો આજે સાફા બાંધીને ગરબે રમ્યા છે.
આ પ્રકારનું આયોજન દરેક સોસાયટીમાં થવું જોઈએ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું આયોજન કરવાનું કારણ એ છે કે અમારે સોસાયટીમાં રહેલી બહેનોને સોસાયટીમાં ગરબા રમવાનું ગમે અને સોસાયટીમાં ગરબા રમે અને સોસાયટીમાં જ ઘરમાં રમે અને બહાર ગરબે રમવા ન જાય. આ પ્રકારનું આયોજન દરેક સોસાયટીમાં થવું જોઈએ.