44 મિનિટ પેહલા
- કૉપી લિંક
રૂબિના દિલૈક તાજેતરમાં એક ફેશન શોનો ભાગ બની હતી. રૂબિના ભારે લહેંગા પહેરીને વોક કરી રહી હતી ત્યારે તેનો પગ તેની એડીમાં ફસાઈ ગયો, જેના કારણે તે નીચે પડતાં બચી ગઈ. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રૂબિનાએ પોતાની જાતને ખૂબ જ સારી રીતે સંભાળીને પોતાનું વોક પૂરું કર્યું છે.
સામે આવેલા વીડિયોમાં રૂબિનાએ ગુલાબી લહેંગા સાથે ટ્યુબ બ્લાઉઝ પહેર્યું છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ અને મિનિમલ જ્વેલરી સાથે રેમ્પ પર વોક કર્યું હતું. રૂબિના સ્ટેજની વચ્ચે પહોંચતાં જ તેનો પગ લહેંગા સાથે ફસાઈ ગયો, જેના કારણે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને પડવા લાગી. પોતાનું સંતુલન ગુમાવ્યા પછી, રૂબિનાએ સ્ટેજ પર એક-બે સેકન્ડ માટે બ્રેક લીધો અને પછી તેના બંને પગમાંથી સેન્ડલ કાઢી નાખ્યા.
આ પછી તેણે સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે ફરી વોક શરૂ કર્યું. સ્ટેજની સામે જઈને રૂબિનાએ પ્રેક્ષકો સામે હાર્ટની સાઇન સાથે પ્રેમ દર્શાવ્યો
રૂબિનાના આત્મવિશ્વાસને જોઈને ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ આત્મવિશ્વાસ નથી પરંતુ ઓવર કોન્ફિડન્સ છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, તે અતિશય આત્મવિશ્વાસ સાથે ચાલી રહી હતી. એક યુઝરે લખ્યું, આ ઓવરએક્ટિંગ અને ઓવર કોન્ફિડન્સનું કોમ્બિનેશન છે.
નોંધનીય છે કે, રૂબિના દિલૈક બિગ બોસ 14 ની વિનર રહી ચુકી છે. તેણે 2008 માં ટીવી શો ‘છોટી બહુ’ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી, જેણે તેને દેશભરમાં ઘણી ઓળખ મળી. આ પછી, અભિનેત્રી ‘સાસ બિના સસુરાલ’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘પુનર વિવાહ’ જેવા શોનો ભાગ રહી છે. ટૂંક સમયમાં રૂબિના હિન્દી ફિલ્મ ‘હમ તુમ મકતૂબ’માં જોવા મળશે.