- Gujarati News
- Business
- In China, The Economy Will Slow Despite An Attractive Package To Boost The Economy; India Strong
નવી દિલ્હી14 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચીનનો જીડીપી ગ્રોથ 2025માં ઘટીને 4.3% થશે, ભારતનો ગ્રોથ 6.30 ટકા
વિશ્વની મહાસત્તા એવા અમેરિકા અને ચીનમાં આર્થિક સંકટના વાદળો ધેરાવા લાગ્યા છે ત્યારે તાજેતરમાં ચીનના ઉત્તેજક પગલાં રજૂ કરવામાં આવ્યા છે પરંતુ આ તેની આર્થિક વૃદ્ધિમાં મંદીને રોકવા માટે પૂરતા નથી. આ સમસ્યાઓ તેના પડોશી દેશોની અર્થવ્યવસ્થા પર પણ બોજ બની જશે. વર્લ્ડ બેંકેના નવા રિપોર્ટમાં આ સંભાવનાઓ વ્યક્ત કરી છે. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર આગામી વર્ષે ચીનનો આર્થિક વિકાસ દર ઘટીને 4.3% થઈ જશે. આ 2024ના 4.8% અનુમાન કરતાં ઓછું છે. દરમિયાન, પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ આ વર્ષે 4.8% થી ઘટીને 2025 માં 4.4% થઈ શકે છે. ચીનની ધીમી વૃદ્ધિથી પૂર્વ એશિયાઈ દેશોની વૃદ્ધિ પણ ધીમી પડશે, જેમને આયાત માટે ચીનની માંગમાં વધારો થવાથી ફાયદો થયો હતો. ચીનની વૃદ્ધિમાં 1%નો ઘટાડો પડોશી વિકાસશીલ દેશોના જીડીપી વૃદ્ધિમાં 0.21% ઘટાડો કરી શકે છે.
આગામી દાયકામાં ભારતની જીડીપી 24 દેશોમાં સૌથી ઝડપી હશે આગામી દાયકામાં વિશ્વના 24 મોટા દેશોમાં ભારતની જીડીપી વૃદ્ધિ સૌથી ઝડપી હશે. રે ડાલિયોના ધ ગ્રેટ પાવર્સ ઈન્ડેક્સ 2024 મુજબ જે વિવિધ દેશોના આર્થિક સ્વાસ્થ્યને તપાસે છે, ભારત 6.30% ની સરેરાશ જીડીપી ગ્રોથ સાથે ટોચના સ્થાને રહેશે. તે જ સમયે ચીન 4%ની સરેરાશ જીડીપી વૃદ્ધિ સાથે તુર્કી સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે આવશે. આ યાદીમાં ઈન્ડોનેશિયાને ચીન અને સાઉદી અરેબિયા બીજા સ્થાને રાખવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે ચીનની અર્થવ્યવસ્થા ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા કરતાં પણ ખરાબ પ્રદર્શન કરી શકે છે. સિંગાપોર છઠ્ઠા, મેક્સિકો સાતમા અને ઓસ્ટ્રેલિયા આઠમા ક્રમે છે.
ચીનના પ્રોત્સાહક પગલાં હજુ સ્પષ્ટ નથી વર્લ્ડ બેંકે ચેતવણી આપી કે ચીનના ઉત્તેજક પગલાં અસ્પષ્ટ છે. આવી સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ પર તેમની અસરની ગણતરી કરવી મુશ્કેલ છે. બેઇજિંગમાં ચીની અધિકારીઓએ પગલાંની જાહેરાત કર્યા પછી તરત જ વિશ્વ બેંકનો અહેવાલ આવ્યો છે. ચીનની અર્થવ્યવસ્થાને સંઘર્ષ કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટર અને નબળી ગ્રાહક માંગમાંથી બચાવવાનો દાવો કર્યો.
વર્લ્ડ બેંકનો રિપોર્ટ ભારત માટે આશાસ્પદ તાજેતરના પગલાંથી ચીનના બજારો ઉછળ્યા છે. વિદેશી રોકાણકારો ભારતીય શેરમાંથી પૈસા કાઢીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. આ મહિને બુધવાર સુધી વિદેશી રોકાણકારે ભારતીય શેરમાંથી 50295 કરોડ પાછા ખેંચી છે. બજારના જાણકારો માને છે કે વર્લ્ડ બેંકનો અહેવાલ રાહત આપનારો છે. તેનાથી વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણાં ઉપાડવાની ગતિ ધીમી પડી શકે છે.