અમદાવાદ,શુક્રવાર,11
ઓકટોબર,2024
અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનનુ વર્ષ-૨૦૨૪-૨૫ માટે રુપિયા બાર હજાર કરોડથી વધુ રકમનું વાર્ષિક
અંદાજપત્ર મંજુર કરવામાં આવેલું છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટસીટીની ગુલબાંગ
વખતોવખત હાંકતા હોય છે.આમ છતાં ચાર મહિનામાં નળ,ગટર અને રસ્તાની ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી હતી. મળેલી
ફરિયાદો પૈકી સાત ઝોનમાં ડ્રેનેજને લગતી ૧.૩૫ લાખ ફરિયાદનો સમાવેશ થાય છે.ચાર
મહિનામાં સાત ઝોનમાં ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી તો ઓફલાઈન ફરિયાદ કેટલી હશે એ અંગે
તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નળ ,ગટર અને રસ્તાની
સુવિધા પુરી પાડવા પાછળ દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં
શહેરીજનોને પ્રાથમિક સુવિધા પુરી પાડવાના મામલે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓની
નિષ્ફળતા વખતોવખત પુરવાર થઈ રહી છે. શહેરના
મધ્ય ઝોનમાં પચાસ વર્ષ જુની પાણી અને ડ્રેનેજ લાઈન આવેલી છે. વર્ષો જુની આ
લાઈનો બદલવા મધ્યઝોનના છ વોર્ડ માટે રુપિયા ૧૫૦ કરોડથી વધુની રકમના ટેન્ડર તંત્ર તરફથી કરવામાં આવ્યા હતા. આમ છતાં
ડ્રેનેજ અને પાણીની લાઈન બદલવાની કામગીરી કરવામાં કોઈ કોન્ટ્રાકટરે રસ નહીં
બતાવતા રી-ટેન્ડર કરવાની તંત્રને ફરજ પડી
હતી. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પાણીમાં પોલ્યુશન આવવાની ફરિયાદોના નિકાલ કરાવવાની
કામગીરી કરાવવા મંજુરી માંગતી ફાઈલો અવારનવાર મુકાતી હોવાથી મ્યુનિસિપલ કમિશનરે પણ
કોટ વિસ્તાર અને મધ્યઝોનના અન્ય વોર્ડ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાના
કાયમી ઉકેલ માટનકકર કાર્યવાહી કરાવવા સુચના આપી હતી.એ સુચનાનો પુરો હાલમાં પણ કરી
શકાયો નહીં હોવાથી કોટ વિસ્તાર સહીત અન્ય વિસ્તારમાં હાલમાં પણ પાણીમાં પોલ્યુશન
આવવા તથા ડ્રેનેજ બેક મારવાની ફરિયાદોનુ પ્રમાણ સતત વધી રહયુ છે.મધ્યઝોનના
મ્યુનિ.તંત્ર તરફથી પુરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ શહેરીજનો
૧૫૫૩૦૩ નંબર ઉપર ઓનલાઈન કરતા હોય છે.એક જુન થી સાત ઓકટોબર-૨૦૨૪ સુધીના ચાર મહિનાના
સમયમાં ચાર લાખથી વધુ ફરિયાદ સાત ઝોનના રહીશો તરફથી કરવામાં આવી હતી.ડ્રેનેજ લાઈન
ચોકઅપ થવા સહિતની ફરિયાદ સૌથી વધુ કરવામા આવી હતી.ઈજનેર વિભાગની સાત ઝોનમાં કુલ
૨.૧૧ લાખથી ફરિયાદ નોંધાઈ હતી.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,શહેરીજનો તરફથી
કરવામા આવતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો પૈકી મોટાભાગની ફરિયાદ નિકાલ કરાયા
વગર બંધ કરી દેવામાં આવે છે.પ્રાથમિક સુવિધા પુરી પાડવા કરોડો રુપિયાનો ખર્ચ કરાયા
પછી પણ શહેરીજનોને સગવડ મળવાના બદલે અગવડ વધી રહી છે.
પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કયાં-કેટલી?
ઝોન કુલ ફરિયાદ
મધ્ય ૬૭૫૩૯
પૂર્વ ૪૪૯૪૮
ઉત્તર ૬૫૮૩૫
ઉ.પ. ૪૦૬૫૩
દ.પ. ૨૬૪૭૭
દક્ષિણ ૬૯૮૭૫
પશ્ચિમ ૮૬૦૩૨
કયા વિભાગની વધુ
ફરિયાદ
વિભાગ કુલ
ફરિયાદ
ડ્રેનેજ ૧૩૫૯૬૨
રોડ ૨૧૫૪૯
તૂટેલા રોડ ૧૫૬૧૫
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ૧૩૨૪૦
વરસાદી પાણી અંગે ૮૦૨૪
તૂટેલી કેચપીટ ૫૨૧૬
તૂટેલી ફૂટપાથ ૧૦૮૮૨
પાણી અંગે ૨૯૯૯૪
સ્ટ્રીટ લાઈટ ૪૮૧૩૨
ઢોર ત્રાસ ૩૪૨૫
સોલીડ વેસ્ટ ૪૮૮૭૫