સ્પોર્ટ્સ ડેસ્ક40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 સિરીઝની ત્રીજી મેચ આજે હૈદરાબાદમાં રમાશે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ શરૂ થશે. ભારત 3 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. આજની મેચ જીતીને ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર રહેશે.
સિરીઝ પહેલા જ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા આજે કેટલાક પ્રયોગો કરી શકે છે. હર્ષિત રાણા અને રવિ બિશ્નોઈને પ્રથમ બે T20માં તક મળી ન હતી, બંને આજે પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે.
મેચ ડિટેઇલ્સ ભારત Vs બાંગ્લાદેશ ત્રીજી T20 ક્યારે: 12 ઓક્ટોબર 2024 ક્યાં: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ટૉસ: 6:30 PM મેચ: 7:00 PM
મહમુદુલ્લાહે T-20માંથી નિવૃત્તિ લીધી આજે બાંગ્લાદેશના બેટર મહમુદુલ્લાહની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ હશે. 38 વર્ષીય મહમુદુલ્લાહે બીજી મેચ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. 38 વર્ષીય મહમુદુલ્લાહે 2021માં જ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે વન-ડે રમવાનું ચાલુ રાખશે.
બાંગ્લાદેશ અત્યાર સુધી માત્ર 1 T-20 મેચમાં ભારતને હરાવી શક્યું છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 16 મેચ રમાઈ છે. ભારત 15માં જીત્યું અને બાંગ્લાદેશ માત્ર એકમાં જીત્યું. બાંગ્લાદેશને આ જીત 2019માં દિલ્હીના મેદાન પર મળી હતી.
નીતિશ ભારતના ટોપ રન સ્કોરર નીતિશ કુમાર રેડ્ડીએ આ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે આ સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. નીતિશે છેલ્લી મેચમાં 34 બોલમાં 74 રન બનાવ્યા હતા, જેના માટે તેને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
બોલરોમાં વરુણ ચક્રવર્તી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. છેલ્લી મેચમાં તેણે માત્ર 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. વરુણે સિરીઝમાં 2 મેચમાં 5 વિકેટ લીધી છે.
બાંગ્લાદેશ તરફથી મેહદી હસને સૌથી વધુ રન બનાવ્યા બાંગ્લાદેશ તરફથી સિરીઝમાં મેહદી હસન મિરાઝે સૌથી વધુ 51 રન બનાવ્યા છે. જો કે છેલ્લી મેચમાં તે 16 બોલમાં માત્ર 16 રન જ બનાવી શક્યો હતો. મુસ્તફિઝુર રહેમાને આ સિરીઝમાં ટીમ માટે સૌથી વધુ 3 વિકેટ લીધી છે.
પિચ રિપોર્ટ હૈદરાબાદમાં અત્યાર સુધી 2 T20 રમાઈ છે. અહીં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે એક અને ઓસ્ટ્રેલિયા સામે એક મેચ રમી છે, બંનેમાં ભારતે જીત મેળવી છે. બંને મેચમાં માત્ર પીછો કરતી ટીમને જ સફળતા મળી હતી, આથી ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
હવામાન સ્થિતિ હૈદરાબાદમાં આજે મેચ દરમિયાન વરસાદની 40% શક્યતા છે. ગઈકાલે વરસાદ પડ્યો હતો. તાપમાન 23 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી/રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મયંક યાદવ/હર્ષિત રાણા.
બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), પરવેઝ હસન ઈમોન, લિટન દાસ (વિકેટકીપર), ઝાકર અલી, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ અને તન્ઝીમ હસન સાકિબ.