સુરતમાં રાંદેર વિસ્તારમાં રહેતા તબીબ મિલકત ખરીદવા જતા ચીટરોની માયાજાળમાં ફસાઈ ગયા હતા. જેમાં ચીટરોએ તબીબનો એક બંગલો સહિત 4.95 કરોડની રકમ પડાવી લીધી હતી, જેના કારણે તબીબ મોહંમદ ઝાકીર ઐયુબ મેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ સ
.
ફરિયાદીને દવાખાનું ખોલવા મિલકતની ખરીદી કરવી હતી રાંદેર ગોરાટ રોડ પર અમી રો હાઉસમાં ડો. મોહંમદ ઝાકીર ઐયુબ મેમણના 3 બંગલા છે, જેમાં બે બંગલા ભાડે આપેલા છે. ડોક્ટરના બે દીકરા પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2022માં તબીબને તેના પરિચીતે કહ્યું કે, તમારા બન્ને દીકરા મેડિકલમાં અભ્યાસ કરે છે તો તમારે કોઈ સારી જગ્યા પર રેસીડન્સ સાથે દવાખાનું ચાલુ કરી શકાય તેવી મિલકતની ખરીદી કરવી જોઈએ. આથી તેઓ પરિચીતને કહ્યું કે, કોઈ સારી જગ્યા હોય તો કહેજો.
ડો. મોહંમદ ઝાકીર ઐયુબ મેમણ, ફરિયાદી
5.55 કરોડમાં સોદો નક્કી થયો હતો થોડા દિવસો પછી પરિચીતે રાણીતળાવના અલીફ ડેવલોપ નામથી જમીન લે-વેચનું કામ કરતા ઉમર મોહંમદ ઝુબેર પીલા સાથે ઓળખાણ કરાવી હતી. ઝુબેર પીલાએ રાણીતળાવમાં રોયલ રેસીડન્સી બિલ્ડિંગ તબીબને બતાવી હતી, જે તબીબને પસંદ આવી હતી. તબીબે માલિક સાથે મુલાકાત કરાવવાનું કહેતા ઝુબેર પીલાએ પોતે ભાગીદાર હોવાની વાત કરી પોતે બાંધકામ કરાવે છે, એમ કહ્યું હતું. પછી રોયલ રેસીડન્સીની કિંમત 6.55 કરોડ જણાવી હતી. જોકે, બાદમાં 5.55 કરોડમાં સોદો નક્કી થયો હતો. તબીબે આ બિલ્ડિંગ માટે પોતાની માલિકીનો એક બંગલો વેચાણ કરી અને બીજી રોકડની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કર્યુ હતું. પછી ચીટર ઝુબેર પીલાએ તબીબને કહ્યું કે, તમારા બંગલા માટે ગ્રાહક મળી ગયો છે. પછી રૂપિયા લઈને મીલકતનો કબજો સોંપ્યો ન હતો.
તબીબના બંગલાનો સોદો રૂ. 3.70 કરોડમાં થયો હતો તબીબના બંગલાનો 3.70 કરોડમાં સોદો મુનાફ મેમણ સાથે નક્કી કર્યો હતો. પછી આ બંગલાની રકમ આરોપી ઝુબેર પીલાએ રોયલ રેસીડન્સીમાં ગણી લેવાની વાત કરી હતી અને બાકીના 50 લાખ આરોપીને ઘરે બોલાવીને તબીબે આપ્યા હતા. તે વખતે સાટાખત પણ કરાવ્યું હતું. પછી તબીબ પાસે બંગલાનો ઓરિજનલ દસ્તાવેજ પડાવી લીધો હતો. તબીબે 1.02 કરોડ રોકડા, 22.50 લાખ ચેકથી અને બંગલો રૂ.3.70 કરોડ મળી 4.95 કરોડની રકમ આપી દીધી છતાં રોયલ રેસીડન્સીનો કબજો આપ્યો ન હતો.
પોલીસ સાથે આરોપી મજાકના મુડમાં નજરે પડ્યો.
પોલીસે આરોપીનો જેલમાંતી ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો આખરે તબીબે જમીન લે- વેચનું કામ કરતા મોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા ઉર્ફે ઉમર પીલા (રહે,પીસ પોઈન્ટ,રાંદેર), ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદ્દામ ઈકબાલ બચાવ અને તેની માતા જીનંત ઈકબાલ બચાવ (બન્ને રહે, અલ્ફેસાની એપાર્ટ, અડાજણપાટિયા)ની સામે ચિટિંગનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ચિટર ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તિયાઝ સદ્દામની ધરપકડ કરી છે. અગાઉ ઈમ્તિયાઝ સદ્દામ બચાવ જીએસટી કૌભાંડમાં પણ પકડાયો હતો. આરોપી મોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા અઠવા પોલીસના ચિટિંગના ગુનામાં લાજપોર જેલમાં છે. આથી પોલીસ તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો છે.