દારૂના દુષણને ડામવા પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી રહે છે, તેમ છતાં બુટલેગરો ગુપ્તરાહે દારૂનો વેપલો ચલાવતા રહે છે. આજ પ્રકારે ભચાઉ તાલુકાના વામકા નજીક વાડી વિસ્તારમાં અંગ્રેજી દારૂના કંટિંગ વેળાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટિમ ત્રાટકી હતી અ
.
પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ એન એન ચુડાસમાંની રાહબરી હેઠળ પીએસઆઇ એમ વી જાડેજા તથા સ્ટાફના સભ્યો સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ભચાઉના વામકા વિજપાસર માર્ગ વચ્ચે આવેલી ચોક્કસ વાડીમાં દરોડો પાડતા આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જડેજા,( વામકાના તા.ભચાઉ) ગોપાલ પુનારામ બીશ્નોઈ (સાંચોર રાજસ્થાન) અને મનોહર ક્રિષ્નારામ બિશનોઈને ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલોને વાહનોમાંથી ઉતારી રહ્યા હતા ત્યારે ઝડપી પાડ્યા હતા. રેડ સ્થળેથી બે કાર મોબાઈલ ફોન સહિત કુલ રૂ.19 લાખ 70 હજાર 914નો મુદ્દામાલ હસ્તગત કરી સામ ખિયાળી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. આગળની તપાસ સામ ખીયાળી પોલીસે હાથ ધરી છે.