46 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સમિટની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ 2024 માટે તૈયારીઓ થઈ રહી છે. આ માટે રવિવારે (13 ઓક્ટોબર) એક બેઠક યોજાઈ હતી. રિપોર્ટ અનુસાર સમિટ માટે રાજધાની ઈસ્લામાબાદને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ખરેખરમાં 15-16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં SCO સમિટ યોજાવા જઈ રહી છે. પરંતુ PTI કાર્યકર્તાઓ દ્વારા હિંસક પ્રદર્શન અને રાજકીય અશાંતિ મામલે પાકિસ્તાન સરકાર ચિંતિત છે.
આ સમિટમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ભાગ લેશે. તેમના સિવાય ચીનના વડાપ્રધાન લી કિયાંગ, રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિન અને અન્ય દેશોના વડાઓ સમિટમાં ભાગ લેશે.
વિદેશમંત્રી એસ જયશંકર (ડાબે) અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો 2023માં SCO બેઠક દરમિયાન ગોવાની રાજધાની પણજીમાં મળ્યા હતા.
રાજધાનીમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સમિટને કારણે રાજધાની ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શહેરમાં સેના તહેનાત કરવાની મંજુરી આપવામાં આવી છે. આ સિવાય વિપક્ષ નેતા ઈમરાન ખાનના સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે.
સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીનિયર એનાલિસ્ટ ઈમ્તિયાઝ ગુલે કહ્યું કે આ સમિટ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી સરકાર સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરી રહી છે. આ કાર્યક્રમ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગત સપ્તાહે ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરોએ તેમની મુક્તિ માટે પ્રદર્શન કર્યું હતું.
ઈમરાન ખાનની પાર્ટીએ વિરોધની ચેતવણી આપી હતી વિપક્ષ નેતા ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફે સમિટ દરમિયાન વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે. ખરેખરમાં, ઈમરાન જેલમાં છે અને તેના સમર્થકો તેની મુક્તિની માંગ સાથે અનેકવાર પ્રદર્શન કરી ચુક્યા છે.
આ પહેલા 5 ઓક્ટોબરે ઈમરાન સમર્થકોએ ઈસ્લામાબાદમાં પ્રદર્શન કર્યું હતું. આ પછી 3 દિવસ માટે શહેર બંધ કરવામાં આવ્યું હતું. મોબાઈલ નેટવર્ક બંધ કરવાની સાથે શહેરની બહાર જતા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
સમિટ પહેલા આતંકવાદી હુમલાએ ચિંતા વધારી સમિટની શરૂઆત પહેલા પાકિસ્તાનમાં 2 આતંકી હુમલા થયા છે. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. પહેલો હુમલો 6 ઓક્ટોબરે કરાચી એરપોર્ટ નજીક થયો હતો. આ હુમલામાં ચીનના 2 નાગરિકોના મોત થયા હતા. તેના પર ચીને ગુનેગારોને કડક સજાની માંગ કરી હતી. બીજો હુમલો 11 ઓક્ટોબરે બલૂચિસ્તાન પ્રાંતમાં એક ખાનગી કોલસાની ખાણ પર થયો હતો. જેમાં 20 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર, હુમલાખોરોએ રોકેટ અને હેન્ડ ગ્રેનેડ સહિત ઘણા આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
વિદેશ મંત્રીની પાકિસ્તાન મુલાકાત સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ઈમરાનની પાર્ટીએ કહ્યું- તેમના વિરોધ પ્રદર્શનમાં જયશંકરને આમંત્રણ આપશે: તેમને પાકિસ્તાનની લોકશાહી બતાવવી છે; ભારતીય મંત્રી 9 વર્ષ બાદ પાકિસ્તાન જશે
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ કહ્યું છે કે તેઓ તેમના વિરોધ પ્રદર્શન માટે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને આમંત્રણ આપશે. પાકિસ્તાની મીડિયા ‘ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ’ અનુસાર, પીટીઆઈના માહિતી સલાહકાર બેરિસ્ટર અલી સૈફે આ માહિતી આપી હતી.