1991 થી અનંતપાર્ક યુવક મંડળ,વાસણા રોડ,વડોદરા દર વર્ષે સાંસ્કૃતિક શેરી ગરબાનું આયોજન કરે છે.
.
જેમાં નાના બાળકો,યુવાનો અને વડીલ ખેલૈયાઓ રોજ ત્રણ તાળી, દોઢીયું, દાંડિયા રાસ,સનેડો,ટીમલી અને રેલગાડી જેવા અલગ અલગ ગરબા ની મજા માણે છે. રોજ સવાર ને સાંજ માતાજીની આરતી થાય છે, ગરબા પછી દરરોજ દરેક ખેલૈયા માટે અલગ અલગ દાબેલી સમોસા લાઈવ ઢોસા, ચાઈનીઝ, વડાપાવ જેવી અલગ અલગ વાનગીની રોજ મજા પણ માણે છે.
આઠમના દિવસે 108 દીવડા પ્રગટાવવામાં આવે છે અને બધા જ ખેલૈયાઓ હાથમાં દીવડા પ્રગટાવી ગરબા રમતા રમતા માં અંબે ની આરાધના પણ કરે છે. આઠમના દિવસે નાના બાળકો અને બાળાઓને લાણી પણ અપાય છે. માનો ગરબો વળાવતી વખતે અંબે માત કી જય થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અમારે ત્યાં અલગ અલગ કેટેગરીમાં ગરબા કોમ્પિટિશન કરી ઇનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.