21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચંકી પાંડેની લાડલી અનન્યા પાંડે અને શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બાળપણના મિત્રો છે. બાળપણમાં બંને જેટલા ખાસ મિત્રો હતા તેટલો જ ઝઘડા પણ કરતા હતા.
આર્યન ખાને અનન્યાને બ્લેકમેલ કરી ઘમકી આપતો! તાજેતરમાં જ અનન્યા પાંડે આ વાતનો ખુલાસો કર્યો હતો. જેમાં આર્યન ખાને તેને બ્લેકમેલ કરી અને ધમકી પણ આપી હોવાની વાત એક્ટ્રેસે કરી હતી. તન્મય ભટ્ટ સાથે વાત કરતા અનન્યાએ કહ્યું – હું આખો દિવસ શું કરું છું, શું ખાઉં છું તેના વીડિયો રેકોર્ડ કરતી હતી, પરંતુ મેં ક્યારેય પોસ્ટ કર્યા નથી. તે આજે પણ મારી પાસે છે.
આર્યન,સુહાના અને અનન્યા પાંડેની જૂની તસવીર
એપલ પર જ્યારે ફોટોબૂથ આવ્યું ત્યારે હું, સુહાના ખાન અને શનાયા કપૂર ઘણીવાર અમારી વસ્તુઓ રેકોર્ડ કરતા હતા. આ બાબતે આર્યન અમને ધમકાવતો કે, જો અમે તે કહે તેમ નહીં કરીએ તો તે અમારા વીડિયો લીક કરી દેશે. આ વાતને યાદ કરીને અનન્યા ખૂબ હસી પડી અને બોલી – આ બધી બાળપણની મજા હતી, અને આ મારી રેન્ડમ ટ્રોમા સ્ટોરી છે. અનન્યાએ અગાઉ જણાવ્યું હતું કે, તેને એક વખત ભૂલથી સુહાનાનો ફોન નંબર લીક કરી દીધો હતો.
અનન્યા પાંડને આર્યન ખાન પર હતો ક્રશ કોફી વિથ કરણની સાતમી સીઝનમાં અનન્યાએ કબૂલ્યું હતું કે, તે ક્યૂટ છે. જ્યારે હું મોટી થઈ ત્યારે મને તેના પર ક્રશ હતો. શા માટે આગળ ન વધ્યું તેનું કારણ… તેને પૂછો તો સારું.”
અનન્યા પાંડેની છેલ્લી ફિલ્મ કઈ હતી? વિક્રમાદિત્ય મોટવાણીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ CTRL છેલ્લે અનન્યા પાંડે કામ કર્યું હતું. તેમાં તે નેલા અવસ્થીના રોલમાં જોવા મળે છે. આ એક AI આધારિત ફિલ્મ હતી. જેને લોકો પાસેથી કઈ ખાસ પ્રેમ મળ્યો નહીં.