અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં GST દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં રવિવારે વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ ધ્રુવી એન્ટરપ્રાઇઝની ફાઇલ, બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાની માંડીને પેઢી ઓપરેટ
.
આરોપીઓને સોમવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સેન્ટ્રલ GSTના રાજ્યવ્યાપી 200 કરોડ રૃપિયાનાં બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં રવિવારે ફૈજલ શેખ (રહે. કાછીયાવાડ, મોટી શેરી, ભાવનગર), ઇરફાન જેઠવા (રહે.જુબેદી પ્લાઝા, મતબા ચોક, ભાવનગર), જીજ્ઞોશ દેસાઇ (રહે. ગોવર્ધન સ્વરૃપ એપાર્ટમેન્ટ,વાઘાવાડી રોડ, ભાવનગર) અને પરેશ ડોડીયા (રહે. આસોપાલવ સોસાયટી, વોરા કોટડા રોડ, ગોંડલ)ને ધરપકડ કરી છે. પોલીસના તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફૈજલે ધ્રુવી એન્ટરપ્રાઇઝની ફાઇલને પ્રોસેસ માટે આગળ ધપાવી હતી. ઇરફાન ધ્રુવી એન્ટરપ્રાઇઝની પેઢીનું સંચાલન કરતો હતો અને જીજ્ઞોશ દેસાઇ ધ્રુવી એન્ટરપ્રાઇઝના બેક એકાઉન્ટએ ઓપરેટ કરતો હતો. આ તમામ આરોપીઓને આ માટે ચોક્કસ કમિશન મળતું હતું. જ્યારે પરેશ ડોડીયા ગોંડલમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝનો માલિક છે અને તે સમગ્ર કૌભાંડમાં સક્રિય હતો. આ તમામ આરોપીઓને સોમવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.