1 કલાક પેહલા
- કૉપી લિંક
તિલક વર્માને મેન્સ T-20 ઇમર્જિંગ એશિયા કપ માટે ઈન્ડિયા-Aનો કેપ્ટન બનાવ્યો છે. તિલક વર્માએ ભારત માટે ચાર વન-ડે અને 16 T20 રમી છે.
તેના સિવાય ભારત તરફથી રમી ચૂકેલા અભિષેક શર્મા અને રાહુલ ચહરને પણ ઈન્ડિયા-Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થશે.
IPL-2024માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કર્યા IPL 2024માં પ્રદર્શન કરનાર યુવા ખેલાડી આયુષ બદોની, નેહલ વાઢેરા, પ્રભસિમરન સિંહ, અનુજ રાવત અને આર સાઈ કિશોરને પણ ઈમર્જિંગ એશિયા કપ માટે ઈન્ડિયા-A ટીમમાં સામેલ કર્યા છે.
- આયુષ બદોની- લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડી આયુષ બદોનીએ IPL 2024માં રમાયેલી 14 મેચમાં 29.38ની એવરેજથી 171 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ફિફ્ટી પણ ફટકારી હતી.
- નેહલ વાઢેરા- મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા નેહલે IPL 2024માં રમાયેલી 6 મેચમાં 129.76ના સ્ટ્રાઈક રેટથી 109 રન બનાવ્યા છે.
- પ્રભાસિમરન સિંહ- પંજાબ કિંગ્સ તરફથી રમતા વિકેટકીપર બેટર પ્રભસિમરન સિંહે IPL 2024માં રમાયેલી 14 મેચમાં 156.81ના સ્ટ્રાઈક રેટથી 334 રન બનાવ્યા હતા. તેણે 2 અડધીસદી પણ ફટકારી હતી.
- અનુજ રાવત- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આ ખેલાડીએ IPL 2024માં રમાયેલી 5 મેચમાં 127.27ની સ્ટ્રાઈક રેટથી 98 રન બનાવ્યા છે.
- આર સાઈ કિશોર- ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ IPL 2024માં રમાયેલી 5 મેચમાં 9.13ના ઇકોનોમી રેટથી બોલિંગ કરી અને 7 વિકેટ લીધી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂં પ્રદર્શન કરનારાઓને પણ ટીમમાં સ્થાન મળ્યું ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓ નિશાંત સિંધુની સાથે ઝડપી બોલર અંશુલ કંબોજ અને ફાસ્ટ બોલર આકિબ ખાનને પણ તક આપવામાં આવી છે. આ સિવાય IPL રમી ચુકેલા રિતિક શોકિન અને વૈભવ અરોરાને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
ભારત છેલ્લી ફાઈનલમાં હારી ગયું હતું ભારત તેની પ્રથમ મેચ 19 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. આ ગ્રૂપમાં ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત પણ સામેલ છે. આ પ્રથમ વખત હશે જ્યારે આ ટુર્નામેન્ટ T-20 ફોર્મેટમાં રમાશે. તેની છેલ્લી પાંચ સિઝન ODI ફોર્મેટમાં રમાઈ હતી. ભારતે તેની પ્રથમ સિઝન 2013માં જીતી હતી જ્યારે પાકિસ્તાન છેલ્લા બે વખતથી આ ટ્રોફી જીતી રહ્યું છે. 2023માં પાકિસ્તાને ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું.
T-20 ઇમર્જિંગ એશિયા કપ માટે ટીમ ભારતીય ટીમઃ તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, આયુષ બદોની, નિશાંત સિંધુ, અનુજ રાવત, પ્રભસિમરન સિંહ, નેહલ વાઢેરા, અંશુલ કંબોજ, રિતિક શોકીન, આકિબ ખાન, વૈભવ અરોરા, રાસિખ સલામ, આર. સાઈ. કિશોર અને રાહુલ ચહર.