9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘યારિયાં’થી રકુલ પ્રીતે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેની કોઈ પણ ફિલ્મ ખાસ સફળ રહી નથી. બોલિવૂડ બાદ એક્ટ્રેસે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. તાજેતરમાં, સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના તેના અનુભવ વિશેની વાત કરી હતી. તેને વાત શેર કરતા કહ્યું કે, એકવાર પ્રભાસની ફિલ્મના મિડ-શૂટમાં મને રિપ્લેસ કરવામાં આવી હતી.
રકુલે સંઘર્ષના દિવસોને યાદ કર્યા રકુલે ફિલ્મફેર સાથેની વાતચીતમાં તેના સંઘર્ષના દિવસોને યાદ કાર્ય હતા. તેને કહ્યું કે, મને યાદ છે જયારે મેં પ્રભાસની ફિલ્મમાં કામ શરૂ કર્યું ત્યારે 4 દિવસના શૂટિંગ બાદ મને રિપ્લેસ કરી દેવામાં આવી. પરંતુ જે પણ થયું તે સારા માટે થયું. હું ઈન્ડસ્ટ્રીમાં નવી હતી અને કોલેજના બીજા વર્ષમાં હતી. , એટલે ફર્સ્ટ શેડ્યૂલનું શૂટિંગ પૂરું થતાં જ હું દિલ્હી આવી ગઈ હતી.
ફિલ્મ ‘યારિયાં’થી રકુલ પ્રીતે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
કેમ અચાનક રિપ્લેસ થઇ રકુલ? વધુમાં તેને કહ્યુ કે, તે સમયે કાજલ-પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ આવી હતી. ફિલ્મની સફળતા જોઈને મેકર્સે કાસ્ટ ફરીથી કરવાનો નિર્ણય કર્યો અને મને 4 દિવસના શૂટિંગ બાદ રિપ્લેસ કરી દેવામાં આવી હતી. રકુલનું માનવું છે ઇન્ડસ્ટ્રીમાં નવી એક્ટ્રેસ સાથે ઘણીવાર આવું થયું હોય છે. આ જ ઈન્ટરવ્યુમાં તેને એ પણ જણાવ્યું કે, આ ઘટના બાદ તે ન તો ભાંગી પડી હતી કે ન તો નિરાશ થઈ. તેને વિશ્વાસ હતો કે ભલે આ રસ્તો તેના માટે બંધ થઈ ગયો પણ કોઈક નવો રસ્તો ચોક્કસથી મળી જ જશે.