મુંબઈ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરના પરિણામો પછી આજે એવન્યુ સુપરમાર્ટ્સ, રિટેલ ચેન ડીમાર્ટનું સંચાલન કરતી કંપનીના શેરમાં 8%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખરેખરમાં, બીજા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 659.58 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે માત્ર 5.77% નો વધારો દર્શાવે છે.
ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 623.56 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જો કે, ત્રિમાસિક ધોરણે નફો 14.74% ઘટ્યો છે. કંપનીએ Q1FY25માં રૂ. 773 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે હવે ઘટીને રૂ. 659 કરોડ થયો છે.
કોન્સોલિડેટેડ રેવન્યુ 14.4% વધી
કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 14,444.50 કરોડની કોન્સોલિડેટેડ રેવન્યુ નોંધાવી છે. વાર્ષિક ધોરણે તેમાં 14.4%નો વધારો થયો છે. એક વર્ષ પહેલા એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2023માં કંપનીએ 12,624.37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કંપનીએ શનિવારે (12 ઓક્ટોબર) ના રોજ નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા.
આ વર્ષે અત્યાર સુધીમાં ડીમાર્ટના શેર માત્ર 3.30% વધ્યા છે ડીમાર્ટના શેર હાલમાં 8.18%ના ઘટાડા સાથે 4,198.70 પર ટ્રેડ થઈ રહ્યા છે. તેના શેરે છેલ્લા 1 મહિનામાં 19.33% નું નેગેટિવ રિટર્ન આપ્યું છે. તેમજ, છેલ્લા 6 મહિનામાં સ્ટોક પણ 10.41% ઘટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડીમાર્ટ શેરે માત્ર 3.30% રિટર્ન આપ્યું છે.
દામાણી સુપરમાર્કેટ ચેઈન ડીમાર્ટના ફાઉન્ડર છે
રાધાકિશન દામાણી સુપરમાર્કેટ ચેઈન ડીમાર્ટના ફાઉન્ડર છે. તેમણે 2002માં મુંબઈના પવઈ વિસ્તારમાંથી ડીમાર્ટની શરૂઆત કરી હતી. અહીં તેણે ડીમાર્ટનો પહેલો સ્ટોર ખોલ્યો. 1999માં દામાણીએ નેરુલ, નવી મુંબઈમાં ‘અપના બજાર’ ની એક ફ્રેન્ચાઈઝીની શરૂઆત કરી હતી, પરંતુ તેમને આ મોડેલ જામ્યુ નહોતું
ડિમાર્ટે 2017માં શેરબજારમાં ડેબ્યૂ કર્યું હતું
ડીમાર્ટ સુપરમાર્કેટ ચેઇન એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ (ASL) દ્વારા ઓપરેટ કરાય છે. એવન્યુ સુપરમાર્ટ્સના CEO નેવિલ નોરોન્હા છે. 68 વર્ષીય રાધાકિશન દામાણીની કંપની ડિમાર્ટે 2017માં શેરબજારમાં ડેબ્યૂ કર્યું હતું.
ડી-માર્ટ 21 માર્ચ 2017ના રોજ શેરબજારમાં લિસ્ટ થયું હતું, તે દિવસે કંપનીનું માર્કેટ કેપ રૂ. 39,988 કરોડ હતું. હવે તે 3 લાખ કરોડને પાર પહોંચી ગયુ છે.