2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક ડિવોર્સના સમાચાર બાદ અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે ફેમસ યૂટ્યુબર એલ્વિશ યાદવ સાથે રીલ શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ રીલ જોરદાર વાયરલ થઈ રહી છે. જોકે, રીલના કારણે બંને ટ્રોલ પણ થયા હતા. આખરે ટ્રોલિંગ વચ્ચે યુટ્યુબરે મૌન તોડ્યું છે.
એલ્વિશે ટ્રોલરને આપ્યો જવાબ એલ્વિશ યાદવે ટ્વીટ કરીને ટ્રોલિંગનો જવાબ આપ્યો છે. ટ્વીટ કરતા તેને લખ્યું કે, ટ્રોલ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે નતાશાએ તેની સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કર્યું હતું. ‘બિગ બોસ OTT 2’ના વિનરે લખ્યું, ..અને ફ્રીમાં તે આટલું પીઆર પણ કરાવે છે. વાયરલ વીડિયોમાં બંનેને બીચ પર રોમેન્ટિક વોક કરતા જોવા મળી રહ્યા છે.
નતાશાના નવા સોંગમાં જોવા મળ્યો એલ્વિશ યાદવ મોડલ અને એક્ટ્રેસ નતાશાએ ‘તેરે બેંકર’ સોંગના પ્રોમોટ માટે સોશિયલ મીડિયા પર્સનાલિટી સાથે એક જ પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ આ ગીત તેનો પહેલો પ્રોજેક્ટ છે. બીજી તરફ, એલ્વિશ ‘રોડીઝ’ની નવી સીઝનમાં જજ તરીકે જોવા મળશે.
નતાશા-હાર્દિક આ વર્ષની શરૂઆતમાં અલગ થયા હતા નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા આ વર્ષની શરૂઆતમાં અલગ થયા હતા. તેમના સંબંધો વિશે લાંબી અટકળો ચાલ્યા બાદ જુલાઈમાં તેને અલગ થવાના સમાચારની પુષ્ટિ કરી હતી. તેને કહ્યું કે, એકબીજાની સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો કારણ કે તે તેમના સંબંધોને સફળ બનાવી શક્યા ન હતા. જો કે બંને એક સાથે મળીને પુત્ર અગસ્ત્યનો ઉછેર કરી રહ્યા છે.