33 મિનિટ પેહલા
- કૉપી લિંક
રવિવારે દિલ્હીમાં યોજાયેલા એક ફેશન શોમાં રણબીર કપૂર વરરાજાના લૂકમાં જોવા મળ્યો હતો. આટલું જ નહીં, વરરાજા બનેલા રણબીરે જાન કાઢી શોમાં એન્ટ્રી કરી હતી. રણબીરે ફેમસ ડિઝાઈનર તરુણ તાહિલિયાનીનો દુલ્હો બની રેમ્પ પર વોક કર્યું હતું. રેમ્પ પર તેને જાનૈયાઓ સાથે જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.
ફેશન શોની ખાસ ઝલક પર એક નજર…
ડિઝાઇનર તરુણ તાહિલિયાની સાથે કારમાં પ્રવેશતો રણબીર.
રણબીરે લગ્નના મહેમાનો સાથે ડાન્સ પણ કર્યો
રણબીરે કહ્યું- મારા લગ્ન પરફેક્ટ આ રીતે થયા હતા રણબીરે મેચિંગ પેન્ટ સાથે સિલ્વર આઇવરી શેરવાની પહેરી હતી. તેને બ્લશ પિંક સિલ્કનો દુપટ્ટો પણ પહેર્યો હતો. તેને લુકને વધુ શાનદાર બનાવવા માટે મેચિંગ પાઘડી અને ભરતકામવાળી મોજડી પહેરી હતી. રણબીરે તેના લગ્ન વિશે પણ વાત કરી. તેને કહ્યું કે, લગ્નની તમામ તૈયારી તેની પત્ની આલિયા ભટ્ટે કરી હતી. તેને માત્ર આલિયાને ફોલો કરી હતી અને અમારા લગ્ન ઘરે જ થયા, પરંતુ તે પરફેક્ટ આ રીતે જ થયા હતા.
લેક્મે ફેશન વીકમાં એક્ટ્રેસ ચમકી તાજેતરમાં લેક્મે ફેશન વીકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન વીકમાં, કરિશ્મા કપૂર, શ્રદ્ધા કપૂરથી લઈને સુષ્મિતા સેન સુધીના દરેકે ખૂબસૂરત દેખાવ સાથે રેમ્પ પર વોક કર્યું હતું.
સુષ્મિતાએ ચમકદાર સાડી પહેરીને રેમ્પ વોક કર્યું હતું.
કરિશ્મા ગોલ્ડન શેડના લહેંગા અને સ્લીવલેસ બ્લાઉઝમાં જોવા મળી હતી.
શ્રદ્ધા કપૂર લહેંગામાં સુંદર લાગી રહી હતી.
અનન્યા પાંડેનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો.
શર્વરી વાળાએ પણ રેમ્પ વોક કર્યું હતું.
તારા સુતરિયા પણ લહેંગામાં જોવા મળી