રાજ્ય સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ ઝોનને વિકસાવવા માટે અલગ અલગ શહેરોમાં મોટા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી રહી છે. ખાસ કરીને સુરતના હજીરા ખાતે સુડા દ્વારા 2035 ડેવલોપમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સાથ
.
જમીન સંપાદનને લઈ લોકોમાં રોષ સુરત ઔદ્યોગિક નગરી છે અને ખાસ કરીને હજીરા વિસ્તારોમાં દેશની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. સુડા દ્વારા નવા 2035 ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરતાની સાથે જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ખાસ કરીને હજીરા કાંઠા વિસ્તારના વાંસવા, દામકા, ભટલાઈ, રાજગીરી, સુવાલી અને જૂના ગામના લોકોની જમીન સંપાદન હેઠળ લેવાની તૈયારી સરકારની જોતા સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. SUDA – 2035ના વિકાસ નકશાના વિરોધમાં હજારથી વધુ ગ્રામજનો વાંધો રજૂ કર્યો છે.
જમીન અને મકાન કપાતમાં જવાની ભીતિ સુડા દ્વારા તૈયાર કરવામાં આવેલા નકશામાં ગ્રામજનોના પાકા ઘરો અને મોટા પ્રમાણમાં ખેડૂતોની ખેતીની જમીન સંપાદન થશે.નકશામાં 18 મીટર, 60 મીટર, 90 મીટર, હાઇવે રોડ, ઇન્ડસ્ટ્રી ઝોન, રિક્રિએશન ઝોન, સુએઝટ્રીમેન્ટ પ્લાન્ટ વગેરે માટે ગ્રામજનોની જમીન સંપાદન થઈ રહી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો સુડા ઓફિસ ખાતે એકત્ર થઈ પોતાનો વાંધો અને વિરોધ રજૂ કર્યો હતો.
અમારી જમીન બચાવવા અમે કોઈપણ પગલાં ભરીશું જૈમિન પટેલે જણાવ્યું હતું કે, કાંઠા વિસ્તારના લોકો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની તૈયારી કરી રહ્યા છે. આ ડેવલોપમેન્ટ પ્લાન નથી. પરંતુ કાંઠા વિસ્તારના ડેમોલિશનનો પ્લાન ઘડાયો છે. અમને જાણવા મળ્યું છે તે મુજબ છે. ગામ છે તેને આખો ઇન્ડસ્ટ્રી ઝોન તરીકે ડેવલોપ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે નકશો તૈયાર કરવામાં આવ્યો છે તેમાં અમારી જમીન અને અમારા પાકા મકાનો પણ જઈ રહ્યા છે. જે સરકારે જમીન છે તેનો ઉપયોગ કરવાને બદલે અમારી જમીનને સંપાદન કરવાની સરકાર હંમેશા પ્રયાસ કરતી રહી છે અને આ વખતે ફરીથી અમારી જમીન પડાવી લેવા માટેનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોમાં જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર ગુજરાતમાં ભગતસિંહની જેમ ઉગ્ર આંદોલન પણ અમે કરીશું.