મુંબઈ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘મહારત્ન’નો દરજ્જો મળ્યા બાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના શેરમાં સોમવારે (14 ઓક્ટોબર) લગભગ 2%નો વધારો જોવા મળ્યો હતો. જોકે, ટ્રેડિંગના અંતે કંપનીનો શેર 1.12%ના ઉછાળા સાથે રૂ. 4,496.10 પર બંધ થયો હતો.
HALના શેરોએ છેલ્લા 6 મહિનામાં તેના રોકાણકારોને 23.89% અને એક વર્ષમાં 129.01% વળતર આપ્યું છે. જો આ વર્ષની વાત કરીએ તો 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કંપનીએ 59.08% રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ પણ 3 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.
ભારતની 14મી ‘મહારત્ન’ કંપની બની HAL ભારત સરકારે 2 દિવસ પહેલા શનિવારે (12 ઓક્ટોબર) PSU કંપની HALને ‘મહારત્ન’નો દરજ્જો આપ્યો છે. આ સાથે HAL ‘મહારત્ન’નો દરજ્જો મેળવનારી ભારતની 14મી કંપની બની છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)
- ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
- સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)
- ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)
- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)
- કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)
- ગેલ ઇન્ડિયા લિમિટેડ
- ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)
- પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
- પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC)
- રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) લિમિટેડ
- ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)
- હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)
DPE એ માહિતી આપી હતી કે નાણામંત્રી નિર્મલા સિતારમણે ભારતીય PSU કંપની HALને 14મા મહારત્ન CPSEમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. આ દરખાસ્ત અગાઉ નાણાં સચિવની આગેવાની હેઠળની આંતર મંત્રી સમિતિ (IMC) અને કેબિનેટ સચિવની આગેવાની હેઠળની સર્વોચ્ચ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.
કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 28,162 કરોડ HAL એ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન (DoDP)નું CPSE (સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ) છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 28,162 કરોડ રહ્યું છે અને નાણાકીય વર્ષ 2023-24માં ચોખ્ખો નફો રૂ. 7,595 કરોડ રહ્યો છે.
મહારત્નનો દરજ્જો મળ્યા પછી HALને શું ફાયદો થશે? મહારત્નનો દરજ્જો મળ્યા બાદ HAL પાસે સ્વાયત્તતા, ઉચ્ચ રોકાણ ક્ષમતા અને વ્યૂહાત્મક સુગમતા હશે. હવે HAL કોઈપણ સરકારી મંજૂરી વિના પ્રોજેક્ટમાં ₹5,000 કરોડ અથવા તેની નેટવર્થના 15% સુધીનું રોકાણ કરી શકે છે.
અન્ય મહારત્ન કંપનીની જેમ HALને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મર્જર, એક્વિઝિશન અને વ્યૂહાત્મક રોકાણ કરવાની સ્વતંત્રતા હશે.