જ્યારથી વાંકાનેર બાયપાસ પંચાસર દેવરી રોડ પરનો બ્રિજ ડેમેજ થવાથી આ રોડને બંધ કરી બાયપાસ રોડ પરનો તમામ વાહન વ્યવહાર શહેરમાંથી યાતાયાત કરાયો છે ત્યારથી શહેરમાં ચોવીસ કલાક ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેમાં ખાસ કરીને ખનીજ ભરેલા ઓવર લોડ વાહનો પસાર કરે છે ત્
.
શહેરમાં છેલ્લા બે ત્રણ મહિનાથી ટ્રાફિકની સમસ્યાને લીધે લોકોને આફતમાં મૂકી દીધા છે. શહેરમાંથી ટ્રક ટેઈલર, ખનીજ ભરેલા ઓવર લોડ વાહનો અને શહેરમાં પેસેન્જર વાહનોના આડેધડ પાર્કિંગને કારણે મુશ્કેલ બની ગયું છે. શાળા ખુલવાના સમયે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થવાથી બાળકો સમયસર શાળાએ પહોંચી શકતા નથી તો મુખ્ય રસ્તા પર ક્યાંય જીવલેણ અકસ્માત સર્જાય નહિ તો સારું આવા ભયના ઓથાર હેઠળ શહેરીજનો દિવસ પસાર કરે છે.
શહેર પોલીસ ટ્રાફિક સમસ્યા દૂર કરવા ઊંધા માથે થઈ જાય છે છતાં એક જગ્યાએ ટ્રાફિક હટાવવાની કામગીરી કરવામાં આવે તો આગળ જતા બીજી જગ્યાએ ટ્રાફિક સર્જાય છે આમ આખો દિવસ ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં પોલીસ પણ દોડતી રહે છે છતાં હેવી વાહનો પસાર થાય એટલે શહેરમાં પ્રવેશ કરે ત્યારથી બહાર નીકળી જાય ત્યાં સુધી માં લગભગ ત્રણથી પાંચ જગ્યાએ ટ્રાફિક જામ થઈ જાય છે આવું તો આખો દિવસ ચાલે છે જેના કારણે દિવસભર લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાહનોના થપ્પા લાગી જવાનું આ દ્રશ્ય અહીં રોજિંદુ બની ગયું છે. { તસવીર : મુકેશ પંડ્યા લોકોમાંથી માંગણી ઉઠી છે કે શહેરના બાયપાસ રોડ પરનો પુલ ઝડપથી યાતાયાત માટે શરૂ કરવામાં આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે અને ત્યાં સુધી શહેરમાં હેવી વાહનો માટે પ્રવેશ બંધી કરી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ખનીજ ભરેલા ઓવર લોડ વાહનોમાં 50 થી 70 ટન સુધીનો વજન હોવાથી શહેરના તમામ રસ્તાઓ ધૂળ ધાણી બની જવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે સાથે જ અસહ્ય ટ્રાફિકની સમસ્યાને કારણે શાળાના બાળકો તેમજ મહિલાઓ અકસ્માતનો ભોગ બને તે પહેલા ભારે વાહનો માટે તેમાં પણ ખાસ કરીને ખનીજ વહન કરતા વાહનો માટે તાત્કાલિક અસરથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી બની શકશે. મહત્વની બાબત એ છે કે મોટાભાગની હોસ્પિટલો શહેરમાં છે તેમજ સિવિલ હોસ્પિટલ છેવાડે આવેલ હોવાથી આકસ્મિક સંજોગોમાં દર્દીઓને સારવાર માટે શહેરમાં હોસ્પિટલ પહોંચાડવામાં ખાસ્સો સમય લાગે છે તેમજ 108 ને અનેક વખત ટ્રાફીકમાં ફસાઈ જાય છે જેના કારણે દર્દીઓને લાંબો સમય યાતનાઓ ભોગવવી પડે છે.