નવી દિલ્હી33 મિનિટ પેહલા
- કૉપી લિંક
- રક્ષાબંધન, ગણેશચતુર્થી, નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારોમાં ધૂમ ખરીદી
તહેવારો ભારતીય અર્થતંત્રને મજબૂત સપોર્ટ કરે છે. નવરાત્રી, દશેરા અને દુર્ગાપૂજાના તહેવારો હમણાં જ પૂર્ણ થયા. આ 10-12 દિવસના સમયગાળા દરમિયાન કરોડ રૂપિયાના માલસામાનનું વેચાણ થયું હતું. હવે આગામી સમયમાં 31મી ઓક્ટોબરે દેશભરમાં ઉજવવામાં આવશે. આ વર્ષે તહેવારો પર 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. જે અગાઉના વર્ષે 3.5 લાખ કરોડની તુલનાએ સરેરાશ 20-22 ટકાનો મજબૂત ગ્રોથ રહેવાનું કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પ્રવીણ ખંડેલવાલે દર્શાવ્યો હતો. ગ્રાહકોની વધી રહેલી માગના કારણે વેપારને સપોર્ટ મળવા સાથે દેશના અર્થતંત્રમાં પણ તહેવારો મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. તહેવારોમાં વેચાતા લાખો-કરોડ રૂપિયાના માલનો ફાયદો માત્ર ઉદ્યોગપતિઓ કે દુકાનદારોને જ થાય છે. આનાથી કારીગરો, મજૂરોને પણ મોટા પાયે રોજગારી મળી રહી છે.
ઓન-ઓફલાઇન માગથી માત્ર દશેરામાં 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ
ખંડેલવાલનું કહેવું છે કે દશેરાના 10 દિવસમાં સરેરાશ 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. હવે આજથી આગામી 15 દિવસ સુધી દિવાળીની ખરીદી માટે દેશભરના બજારોમાં ભારે ભીડ જોવા મળશે. આ સમય દરમિયાન લોકો નવા કપડાં, જ્વેલરી અને સોના-ચાંદીના સિક્કા ખરીદે છે. મતલબ કે દશેરા કરતાં દિવાળીમાં વધુ ખરીદી થશે.
ઓનલાઇન માર્કેટ પર 26%ની વૃદ્ધિ નોંધાઇ તહેવારોની સિઝનમાં ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જંગી ખરીદી થઈ રહી છે. એક સપ્તાહમાં ઓનલાઈન પ્લેટફોર્મે રૂ. 55,000 કરોડના સામાનનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 26 ટકા વધુ છે. મોટાભાગની ઓનલાઈન ખરીદી મોબાઈલ ફોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને સામાન્ય મર્ચેન્ડાઈઝની કરવામાં આવે છે. કુલ વેચાણમાં તેમનું યોગદાન ત્રણ-ચતુર્થાંશ છે.
તહેવારોમાં ખરીદી રૂ. 4 લાખ કરોડને ક્રોસ કરી જશે-બ્રાન્ડમાં ડિમાન્ડ વધી CAT અંદાજ સૂચવે છે કે આ વર્ષે તહેવારોની ખરીદી લગભગ રૂ. 4.25 લાખ કરોડની હશે. જેમાં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી જેવા તહેવારોનો સમાવેશ થશે. ગયા વર્ષે આ તહેવારો દરમિયાન સરેરાશ 3.5 લાખ કરોડ રૂપિયાની ખરીદી રહી હતી.
વાર્ષિક ધોરણે માંગમાં 40 ટકાનો વધારો થયો ફ્લિપકાર્ટ, મેશો અને અમેઝોન ઇન્ડિયાનું વાર્ષિક તહેવારોની સીઝનનું વેચાણ 26 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. મીશોએ જણાવ્યું કે તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 40% વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ ટીયર-2 શહેરોની મજબૂત માંગને કારણે આવ્યો છે. સરેરાશ 45% ખરીદદારો ટીયર3-4 શહેરો અને તેનાથી આગળના શહેરોમાંથી આવ્યા હતા.