30 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ-પ્રોડ્યૂસર અને ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે આલિયા ભટ્ટની ફિલ્મ ‘જિગરા’ના બોક્સ ઓફિસ કલેક્શન પર નિશાન સાધ્યું હતું. હવે ફિલ્મના મેકર્સ પણ સવાલ ઉઠ્યો છે. મણિપુરના એક્ટરે મેકર્સ પર ‘અનપ્રોફેશનલ વર્તન’ નો આરોપ લગાવ્યો છે.
મણિપુર એક્ટરનો ગંભીર આરોપ સોશિયલ મીડિયા પોસ્ટ કરતા મણિપુર એક્ટર બિજોઉએ લખ્યું કે, મને ફિલ્મમાં રોલ આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને સ્ટેન્ડબાય પર રહેવા માટે કહ્યું હતું. જેને લીધે બીજા પ્રોજેક્ટ પણ છોડી દીધા અને આખરે તેને જિગરા’માં પણ કામ ન મળ્યું.
‘મને કોઈ વિવાદમાં કૂદવાનો શોખ નથી……’ સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન શેર કરતા બિજોઉએ લખ્યું કે, હું દિવ્યા ખોસલા કુમારના ચાલી રહેલા વિવાદમાં કૂદીને આ લખી રહ્યો નથી, પરંતુ ફિલ્મની ટીમ દ્વારા કરવામાં આવેલ વર્તનને લાંબા સમયથી ગુપ્ત રાખ્યા બાદ કદાચ બોલવા માટે આ યોગ્ય સમય છે.
2023 માં, તેમની ટીમે મને રોલ માટે ઓડિશન આપવા સંપર્ક કર્યો હતો. તેમની ટાઈમલાઈનને આધારે મેં 4 મહિનામાં બે વાર મારી ઓડિશન ટેપ મોકલી. નવેમ્બરના અંતમાં તેને મને કહ્યું કે, હું ડિસેમ્બરમાં શૂટ કરીશ- ફેન્ટેસ્ટિક, બરાબર છે ને? જોકે તેને મને શૂટની ચોક્કસ તારીખ આપી નહોતી. તેમ છતાં તેને મને ડિસેમ્બર માટે બુક કર્યો, એવી આશામાં કે હું તેમના માટે ગમે ત્યારે શૂટ કરવા માટે થઈશ.
શૂટ વિશે પૂછવામાં આવતા મેકર્સે રહ્યા મૌન બિજોઉએ જણાવ્યું કે મણિપુર, ઇમ્ફાલમાં સ્થિત હોવાથી તેને શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે મુસાફરીની વ્યવસ્થા કરવી પડશે, પરંતુ મેકર્સ તેનાથી પરેશાન નહોતા. તે સમગ્ર ડિસેમ્બર દરમિયાન ફિલ્મની કાસ્ટિંગ ટીમ સાથે વાત કરી રહ્યા હતા પરંતુ કઈ તારીખે જરૂર પડશે તે સ્પષ્ટ જણાવતા નહતા. 26 ડિસેમ્બરે છેલ્લો મેસેજ મળ્યો, કે જવાબની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ ટીમ દ્વારા કોઈ પણ વાત કરવામાં આવી નથી. આ ટાઈમલાઈનના કારણે બીજા પ્રોજેક્ટ પણ મિસ થઈ ગયા, પરંતુ ‘જિગરા’ ટીમ દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યું નહીં.
‘નોર્થ-ઈસ્ટ એક્ટર્સ સાથે ભેદભાવ’ વધુમાં તેને કહ્યું કે, ‘જિગરા’ની સ્ટોરીને લગતા ચાલી રહેલા વિવાદમાં કે કોઈ એજન્ડામાં રસ નથી. તે માત્ર એ કહેવા માંગે છે કે મોટા પ્રોડક્શન હાઉસો નોર્થ-ઈસ્ટ એક્ટર્સ સાથે કેવી રીતે વર્તે છે. છેલ્લે તેને લખ્યું કે, આનાથી લોકો તેમની સાથે કરવામાં આવતી ટ્રીટમેન્ટ વિશે જાગૃત થશે.
દિવ્યા ખોસલાએ કહ્યું- ‘જિગરા’ના કલેક્શન આંકડા નકલી છે’
આ પહેલા પણ દિવ્યાએ ‘જિગરા’ના મેકર્સ પર તેની ફિલ્મ ‘સાવી’ની સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો……