19 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ દિવાળી પર ‘સિંઘમ અગેઇન’ સિનેમાઘરોમાં ધૂમ મચાવા માટે તૈયાર છે. અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના રિલીઝ પહેલા જ ‘સિંઘમ અગેન’ની ટીમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ કરી લીધું છે.
‘સિંઘમ અગેન’ની ટીમે નોંધાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ‘સિંઘમ અગેઇન’ની ટીમે હજારો બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી. અજય દેવગન અને રોહિત શેટ્ટીએ મુંબઈમાં બાળકોને 11,000 વડાપાઉંનું વિતરણ કરવા માટે ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગી સાથે કોલેબ કર્યું, એક જ ડિલિવરીમાં સૌથી વધુ વડાપાઉં ઓર્ડર માટે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આ મોટો ઓર્ડર ‘રોબિન હૂડ આર્મી’ના બાળકો માટે હતો. આ એક NGO છે અને તે મુંબઈમાં વિવિધ સ્થળોએ ફૂડ વિતરણ કરે છે.
‘સિંઘમ અગેઇન’ની ટીમે હજારો બાળકો માટે વડાપાઉંની વ્યવસ્થા કરી
રોહિત શેટ્ટીએ કહ્યું-રેકોર્ડ બ્રેકિંગ ડિલિવરી…. બાંદ્રા, જુહુ, અંધેરી પૂર્વ, મલાડ અને બોરીવલીની શાળાઓ સહિત મુંબઈમાં વિવિધ સ્થળોએ બાળકોને ડિલિવરી કરવામાં આવી હતી. આ રેકોર્ડ વિશે વાત કરતા રોહિત શેટ્ટીએ કહ્યું કે, તે અને તેની ટીમ આ રેકોર્ડ બ્રેકિંગ ડિલિવરી માટે સ્વિગી સાથે કોલેબ કરીને ખૂબ જ ખુશ છે. જેના દ્વારા બાળકોને ખાવાનો આનંદ મળ્યો. આ મોટો રેકોર્ડ બનાવવાનો ટાઈમ પણ ઘણો સારો માનવામાં આવી રહ્યો છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ ‘સિંઘમ અગેન’ દિવાળી પર રીલિઝ થવા જઈ રહી છે. તાજેતરમાં, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં રોહિત શેટ્ટીએ તેના તમામ સ્ટાર્સની ઝલક બતાવવાનો પ્રયાસ કર્યો હતો. તસવીરમાં અજય દેવગન ઉપરાંત કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ મોટા પડદા પર જોવા મળશે.
રિલીઝ થયા પહેલા જ 200 કરોડની કમાણી
રિલીઝ થયા પહેલા જ સિંઘમ અગેઇને 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘સિંઘમ અગેન’એ ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ 200 કરોડ રૂપિયાની જંગી રકમમાં વેચાયા છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, મેકર્સે સંયુક્ત રીતે સેટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ વેચ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર……