18 મિનિટ પેહલા
- કૉપી લિંક
અલ્લુ અર્જુનના ફેન્સ લાંબા સમયથી ‘પુષ્પા 2’ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તેની રિલીઝ ડેટ 6 ડિસેમ્બર 2024ના રોજ જાહેર કરાયેલી છે. પરંતુ જો રિપોર્ટ્સનું માનવામાં આવે ડિરેક્ટર સુકુમાર ‘પુષ્પા 2 ધ રૂલ’ની રિલીઝ ડેટ બદલી શકે છે. ફિલ્મ 6 ડિસેમ્બરે નહીં પરંતુ એક દિવસ પહેલા એટલે કે 5મી ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ શકે છે. જોકે, પુષ્પાના ડાયરેક્ટર સુકુમાર કે પુષ્પા 2ની ટીમ દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
‘પુષ્પા 2’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ ‘પુષ્પા 2’નું ટીઝર વર્ષ 2024ની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારથી ફેન્સમાં તેના વિશે ક્રેઝ છે. હવે એવા પણ સમાચાર છે કે મેકર્સ ‘પુષ્પા 2’નું ટ્રેલર નવેમ્બરના બીજા સપ્તાહમાં મોટા સ્કેલ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે 3 સપ્તાહનું પ્રમોશન અભિયાન પણ શરૂ થશે.
પહેલા દિવસે કરી શકે છે 175 કરોડની કમાણી ફિલ્મ ‘પુષ્પા 2’ ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ ફિલ્મ પુષ્પા ઓપનિંગ ડે પર 175 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ વખતે ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકાની અલગ જ કેમેસ્ટ્રી જોવા મળી શકે છે.
‘પુષ્પા 2’ની સ્ટાર કાસ્ટ ‘પુષ્પા 2’ ની કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો અલ્લુ અર્જુન સિવાય, રશ્મિકા મંદન્ના, ફહદ ફાસિલ, રાવ રમેશ, અનુસૂયા ભારદ્વાજ, અજય ઘોષ અને ધનંજયનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં જગપતિ બાબુ પણ જોવા મળશે.
2021ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ વર્ઝન સહિત, આ ફિલ્મે લાઈફ ટાઈમ ઈન્ડિયામાં રૂ. 313 કરોડ અને વિશ્વભરમાં રૂ. 350 કરોડનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે.
‘પુષ્પા 2’નો ક્લાઈમેક્સ લીક! થોડા સમય પહેલા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2’ના સેટ પરથી એક વીડિયો લીક થયો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે આ વીડિયો ફિલ્મના ક્લાઈમેક્સ સીનના શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો.