48 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની શરૂઆત અજયની ફિલ્મ ‘સિંઘમ’થી થઈ હતી. 10 વર્ષના લાંબા સમય બાદ જ્યારે ‘સિંઘમ અગેન’નું ટ્રેલર આવ્યું ત્યારે તેના પર બે પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી. લોકો ટ્રેલરમાં ઘણી મસાલા મોમેન્ટ્સ અને એક્શન જોઈ ખુશ થયા, તો કેટલાય લોકોની એક ફરિયાદ પણ હતી.
‘સિંઘમ અગેન’ના ટ્રેલરનું નવું ફેન એડિટ ઘણા લોકોને લાગ્યું કે, આટલા લાંબા ટ્રેલરમાં આખી સ્ટોરી બતાવી દેવામાં આવી છે. હવે એક યુટ્યુબરે ‘સિંઘમ અગેન’ના ટ્રેલરનું નવું ફેન એડિટ શેર કર્યું છે, જેને લોકો ખૂબ વખાણી રહ્યા છે.
યુટ્યુબ ચેનલે ટ્રેલરને ‘ફિક્સ’ કર્યું ધ ક્વાર્ટર ટિકિટ નામની યુટ્યુબ ચેનલે ‘સિંઘમ અગેઈન’નું નવું ટ્રેલર નવી રીતે એડિટ કર્યા બાદ શેર કર્યું છે. વીડિયો પર લખ્યું છે કે, ‘મેં ટ્રેલર ઠીક કરી દીધું છે.’
લોકોને ઓરિજનકલ ટ્રેલર કરતા કેમ વધુ ગમ્યું? આ ટ્રેલરમાં ઓરિજિનલ ટ્રેલરની જેમ ડાયલોગ બતાવવામાં આવ્યા નથી, કદાચ કોપીરાઈટના મુદ્દાને ધ્યાનમાં રાખી તેની અવગણના કરી હોય શકે છે. પરંતુ ડાયલોગ વગર પણ આ ટ્રેલર ખૂબ જ પાવરફુલ લાગે છે. ફિલ્મમાં તમામ કલાકારોની એન્ટ્રી, તેમના એક્શન શોટ્સ અને સિક્વન્સ એક મ્યુઝીક બીટ સાથે ઘમાકેદાર લાગી રહ્યું છે. લોકોને આ ટ્રેલર વધુ પસંદ આવ્યું કારણ કે તે માત્ર ફિલ્મની રોમાંચક ક્ષણોને બતાવી રહ્યું છે, સ્ટોરી સસ્પેન્સને પણ ઉજાગર કરતું નથી.
લોકોએ કર્યા વખાણ ‘સિંઘમ અગેન’ના ટ્રેલરનું આ નવું એડિટ જોઈ લોકો કોમેન્ટમાં તેના વખાણ કર્યા હતા. એક યુઝરે લખ્યું, ટ્રેલર પર આ રીતે કામ થાય. અપેક્ષા બાંધીને અને દરેક વસ્તુ ન બતાવીને.