3 કલાક પેહલા
- કૉપી લિંક
આવતા મહિને બોક્સ ઓફિસ પર વધુ મોટી ફિલ્મ રિલીઝ થવાની છે. જેમાં બોબી દેઓલનો ખુંખાર લુક જોવા મળી રહ્યો છે. આ તેની સાઉથની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. સૌથી મોટી અને મોંઘી ફિલ્મ ગણાતી ‘કંગુવા’ 14 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
‘કંગુવા’ 2000 કરોડ રૂપિયાની કમાણી કરશે આ ફિલ્મને લઈને મેકર્સે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ‘કંગુવા’ રિલીઝ થયા બાદ વર્લ્ડ વાઈડ 2000 કરોડ રૂપિયાની કમાણી કરશે. ‘કંગુવા’ના મેકર્સ જ્ઞાનવેલ રાજાએ એક તમિલ યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો દાવો કર્યો હતો.
ફરી એકવાર બોબી દેઓલ વિલનની ભૂમિકામાં અગાઉ ‘કંગુવા’ 10 ઑક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ રજનીકાંત સ્ટારર ‘વેટ્ટાયન’ સાથેની ટક્કરને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. હવે તે 14 નવેમ્બરે 10 ભાષાઓમાં રિલીઝ થશે. ડબિંગ માટે AIનો ઉપયોગ કરવામાં છે. આ ફિલ્મમાં સુર્યા અને બોબી દેઓલ, દિશા પટણી, યોગી બાબુ અને કોવાઈ સરલા છે. આમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં છે.
સૌથી મોટી વોર સિક્વન્સ ‘કંગુવા’ 350 કરોડ રૂપિયાના બજેટ તૈયાર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ 7 અલગ-અલગ દેશોમાં કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ એક્શન અને સિનેમેટોગ્રાફી જેવા ટેકનિકલ વિભાગો માટે હોલીવુડના એક્સપર્ટરને હાયર કર્યા હતા. આ ફિલ્મમાં સૌથી મોટી વોર સિક્વન્સ પણ છે, જેને કુલ 10 હજારથી વધુ લોકો સાથે શૂટ કરવામાં આવી છે. એટલું જ નહીં, સ્ટુડિયો ગ્રીને ટોચના ડિસ્ટ્રિબ્યુશન હાઉસ સાથે કોલેબ કરવામાં આવી છે, જેથી ફિલ્મને વિશ્વભરમાં મોટા પાયે રિલીઝ કરી શકાય.