શહેરમાં સ્વચ્છતા અને સફાઈને લઈને મ્યુનિસિપલ કમિશનર આજે અધિકારીઓ પર ખૂબ નારાજ થયા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન કરવાથી થતી કામગીરીમાં દરેક વિસ્તારમાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાનું સામે આવતા કમિશનરે અધિકારીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, પબ્લિક ટો
.
સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી અંગે અધિકારીઓને ખખડાવ્યા આજે મળેલી રીવ્યુ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણને લઈને કામગીરી અંગે માહિતી આપવામાં આવી રહી હતી, જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. તેમાં ઉતરના સરદાર નગર વિસ્તારમાં પબ્લિક ટોયલેટમાં યોગ્ય રીતે સફાઈ થયેલી જોવા મળી નહોતી. જેને લઇને સરદાર નગર વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તેઓએ ખખડાવ્યા હતા. પૂર્વ ઝોનમાં પણ સર્વેક્ષણના પોઇન્ટ ઉપર સફાઈ હોવી જોઈએ તેમછતાં સફાઈ નહોતી. જેને લઇ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પણ તેઓએ ખખડાવ્યા હતા અને અત્યારે આવી પરિસ્થિતિ છે તો પાછળથી પણ આવી જ પરિસ્થિતિ હશે ને.
તમે પ્રશ્નો લઈને આવો છો તેનું સોલ્યુશન લાવતા નથી ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે આવેલા એક પ્લોટમાં કોમર્શિયલ અને બિલ્ડીંગ વેસ્ટ સહિતનો કચરો પડેલો જોવા મળ્યો હતો તેમજ મિલતનગર પાસે આવેલા પ્લોટમાં પણ કચરો જોવા મળ્યો હતો જેને લઇને કમિશનરે કહ્યું હતું કે, પ્લોટમાં સફાઈ થતી નથી અને કચરાના ઢગલા વધી રહ્યા છે. દરેક જગ્યાએ પ્રશ્ન છે તો તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને તેનું સોલ્યુશન લાવવું જોઈએ પરંતુ, તમે પ્રશ્નો લઈને આવો છો તેનું સોલ્યુશન લાવતા નથી તેમ પણ કહ્યું હતું.
એસ્ટેટ વિભાગ પાસે AMCના પ્લોટની કોઈ માહિતી જ નથી હોતી રીવ્યુ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જ એસ્ટેટ વિભાગની કુલ ખોલતા કમિશનરને ફરિયાદ કરી હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પાસે AMC માલિકીના પ્લોટની કોઈ માહિતી જ નથી હોતી વિભાગના જે પરમિટ ઇન્સ્પેક્ટર હોય છે તેમને કયા પ્લોટને ભાડે આપવામાં આવ્યો છે? તેને રીન્યુ કરવામાં આવ્યું છે કે કેમ? તેની કોઈ પણ માહિતી હોતી નથી. કયા પ્લોટમાં શું પરિસ્થિતિ છે? તેની પૂરતી માહિતી વિભાગના અધિકારીઓ પાસે હોતી નથી. મ્યુનિસિપલ કમિશનરે પણ તેમની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, અગાઉ પણ આવું ધ્યાને આવ્યું છે, જેથી આ તમામ બાબતો ઉપર ધ્યાન આપવા જણાવ્યું હતું.