- Gujarati News
- Sports
- Cricket
- Virat Kohli; India Vs New Zealand Bengaluru 1st Test DAY 2 LIVE Score Updates | Rohit Sharma R Ashwin Bumrah Jadeja
બેંગલુરુઅમુક પળો પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ લીધી છે. હાલમાં, બેંગલુરુમાં વરસાદ નથી, પરંતુ આકાશ વાદળછાયું છે. ગુરુવારે અહીં 40% વરસાદ પડવાની સંભાવના છે. પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.
હવામાન વેબસાઇટ Accuweather અનુસાર, બેંગલુરુમાં આગામી 3 દિવસ સુધી આવું જ હવામાન રહેવાની અપેક્ષા છે. આ પહેલા કાનપુર ટેસ્ટના પ્રથમ 3 દિવસ વરસાદથી પ્રભાવિત થયા હતા.
લાઈવ અપડેટ્સ
અત્યારે
- કૉપી લિંક
ગિલ ઈજાના કારણે રમી રહ્યો નથી
BCCIએ કહ્યું કે શુભમન ગિલ ઈજાના કારણે આ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. તેના સ્થાને સરફરાઝ ખાનને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે.
અત્યારે
- કૉપી લિંક
ભારતે ટૉસ જીતીને બેટિંગ લીધી, ગિલ પ્લેઇંગ-11ની બહાર
ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી મેચની પ્લેઇંગ-11માં 2 ફેરફાર કર્યા છે. ગિલ અને આકાશ દીપ આ મેચ નથી રમી રહ્યા. સરફરાઝ ખાન અને કુલદીપ યાદવને તક આપવામાં આવી છે.
1 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમે બોલ સાથે શરૂઆત કરીશું- કેપ્ટન ટોમ લાથમ
વિકેટ કવર હેઠળ છે તેથી આશા છે કે અમે બોલ સાથે શરૂઆતમાં તેનો સારો ઉપયોગ કરી શકીશું. હજુ વાદળછાયું વાતાવરણ છે, તેથી અમે અહીં સારી તૈયારી કરી શક્યા નથી. એજાઝ પટેલ સાથે ત્રણ સીમર અને અમારી પાસે બે ઓલરાઉન્ડર છે જે સ્પિન બોલિંગ પણ કરે છે.
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમે બોર્ડ પર રન બનાવવા ઇચ્છીએ છીએ- કેપ્ટન રોહિત શર્મા
અમે પહેલા બેટિંગ કરવા માંગીએ છીએ. પિચ કવર હેઠળ છે અને અમે સમજીએ છીએ કે તે શરૂઆતમાં થોડું સ્ટીકી હોઈ શકે છે પરંતુ પિચની પ્રકૃતિ એવી છે કે પહેલા બોર્ડ પર રન બનાવવા માંગીએ છીએ. અમે જેટલું ઇચ્છીએ છીએ તેટલું પરિણામ મેળવવા જોઈએ છીએ. અમે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચમાં સારું રમ્યા છે. અમારા માટે તાજી સિરીઝ અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. છેલ્લી ટેસ્ટ રમ્યા હતા, તેમાંથી બે ફેરફારો છે, ગિલ ફિટ નથી. તેથી તે નથી રમી રહ્યો. તેની જગ્યાએ સરફરાઝ આવ્યો છે. જ્યારે આકાશદીપના સ્થાને કુલદીપ આવ્યો છે.
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિનેશ કાર્તિકે લખ્યું- હું ઉત્સાહિત છું
15 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલા દિવસની રમત રદ થઈ હતી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના પ્રથમ દિવસની રમત રદ થઈ છે. બેંગલુરુમાં બુધવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કર્યા બાદ દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…