પાટણ એસઓજીએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી લાવનાર સુરેશ રાવળ, હારીજના જીગર ઠાકોર તથા ગેરેજ વાળા અશોક ઠાકોરને સસ્તા ભાવે વેંચતા ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
.
પાટણ જિલ્લામાં વાહન ચોરીના અનડીટેક્ટ ગુના શોધી કાઢવા કરેલ સૂચના આધારે એસ.ઓ.જી. શાખા પાટણ ટીમના માણસો ખાનગી વાહનમાં હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલિસ સ્ટાફને બાતમી મળેલ કે, સુરેશ રાવળ નામનો ઈસમ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી લાવી હારીજ તાલુકાના બુડા ગામના જીગર કુવરજી ઠાકોરનો સંપર્ક કરી અને અશોક ઠાકોર નામના ગેરેજવાળાને અને અન્ય જગ્યાએ ચોરીના વાહનો આપે છે. ત્રણેય ઈસમો હાલમા હારીજ રાધનપુર રોડ ઉપર આવેલ જનતા પેટ્રોલપંપની બાજુમાં જય ગોગા નામની ઓટો ગેરેજ ઉપર હાજર છે એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા જગ્યાએ જઈને તપાસ કરતાં ગેરેજમાં કેટલાક મો.સા. તથા એક્ટીવા મળી આવતા તેના આધારે તપાસ કરતા વાહનોના સાધનીક કાગળો તથા વાહનના માલીક સંબંધે ગેરેજના માલીકને પૂછતાછ કરતા પોતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહી અને ગલ્લા- તલ્લા કરતો હોઈ ત્રણેય ઇસમોને અલગ અલગ રાખી પુછપરછ કરતાં સુરેશ રાવળ નામનો ઈસમ અમદાવાદથી બાઇકો ચોરી લાવી હારીજના જીગર ઠાકોર તથા ગેરેજ વાળા અશોક ઠાકોરને સસ્તા ભાવે આપેલ હોવાની હકીકત જણાવી હતી અને ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીના કુલ બાઈક અને એકટીવા નંગ-10 કિ.2.85.000 મુદ્દામાલ બાઈક/એકટીવા કબ્જે કરી ત્રણ ઇસમોને અટક કરી હતી
પકડાયેલ આરોપીઓ
(1) અશોકજી ચંદુજી ઠાકોર ઉ.વ.27 રહે.કઠીવાડા તા.સમી જી.પાટણ
(2) જીગર કુવરજી ઠાકોર ઉ.વ.28 રહે.બુડા તા.હારીજ જી.પાટણ
(3) સુરેશભાઈ દિનેશભાઇ રાવળ ઉ. વ.22 રહે વાઘેલ તા. હારીજ જી પાટણ હાલ રહે. વિરમગામ
પકડવાના બાકી આરોપી
(1) વસીમ.રહે કડી મહેસાણા
(2) કેતનજી ટીનાજી ઠાકોર રહે કાણેટી તા. સાણંદ. જી અમદાવાદ