પાટણ શહેરનાં અંબાજી નેળીયાની એક સોસાયટીમાંથી બહાર નિકળતાં ભૂજ કચ્છ સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસનાં હાથે ઝડપાયેલા અને દુબઈ સ્થિત ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનાં ખેલાડીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા સટ્ટાકિંગ ભરત મુળજીભાઈ ચૌધરી રે. મુળ કમાલપુરા, તા. રાધનપુરની જયુડિસ
.
દુબઇમાં એએચએસયુ ઇન્ફોટેકમાં નોકરી કરતાં સટ્ટાકિંગ ભરત ચૌધરીની સાયબર પોલીસની સીટ દ્વારા તપાસ કરાતાં તેની પાસેથી રૂા. 52,13,64,94,530નાં હિસાબો મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી જે તે વખતે રૂા. 145 લાખની કાર અને રૂા. 30 હજારનો મોબાઇલ જપ્ત કર્યો હતો.
ભરત ચૌધરી દુબઇ સ્થિત નામચીન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતી મહાદેવ એપનાં માલિકો સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથે ભાગીદારી પણ ધરાવતો હતો તેવું પોલીસની સીટની તપાસમાંથી નિકળ્યું હતું.
આરોપીએ મુકેલી નિયમિત જામીન અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલ ડૉ. મિતેશ પંડ્યાએ જણાવ્યું કે, હાલમાં દેશમાં આ પ્રકારનું સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ સટ્ટો રમનારાઓની સંખ્યા વધી રહી છે જે તેમને બરબાદીનાં પંથે લઇ જાય છે. આરોપીને જામીન પર મુક્ત કરાય તો તે વિદેશ ભાગી જવાની શક્યતા હોવાથી કેસની ટ્રાયલ લંબાય તેમ છે.