50 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રિટિશ પોપ બેન્ડ ‘વન ડાયરેક્શન’ના પૂર્વ સભ્ય અને અંગ્રેજી ગાયક લિયામ પેનનું નિધન થયું છે. 31 વર્ષીય લિયામ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સની એક હોટલની બાલ્કનીમાંથી પડી ગયો હતો. લિયામ તેના પૂર્વ બેન્ડમેટ નિઆલ હોરાનના મ્યુઝીક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આર્જેન્ટીના પહોંચ્યો હતો.
આ ઘટના 16 ઓક્ટોબરે સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી. આર્જેન્ટિના પોલીસે આ મામલે નિવેદન જારી કરીને કહ્યું છે કે, મ્યુઝીસિયનનું મોત હોટલના ત્રીજા માળેથી પડી જવાથી થયું છે.
‘વન ડાયરેક્શન’ બેન્ડ સાથે લિયામ પેયન. (ડાબેથી બીજા)
આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સમાં આ હોટલ પાલેર્મોની બાલ્કનીમાંથી પડી જતાં ગાયકનું મોત થયું હતું.
લિયામના નિધનના સમાચાર સાંભળીને હોટલની બહાર ચાહકોની ભીડ પણ ઉમટી
નશામાં હોવાની શક્યતા જોકે, આ ઘટના સમયે હોટલમાં હાજર લોકોનું કહેવું છે કે લિયામ હોટલની લોબીમાં વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. એવી શક્યતા છે કે તે નશામાં હતો. લિયામે પોતે પણ એક જૂના ઈન્ટરવ્યુમાં ડ્રગની લત અને માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ખુલીને વાત કરી હતી.
2021માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘વન ડાયરેક્શન’ ટૂર દરમિયાન તેને આત્મહત્યાના વિચારો આવ્યા હતા.
તેના મૃત્યુની આગલી રાત્રે, લિયામ હોટલમાં તેના ચાહકોને મળ્યો. તેના માટે એક સ્પેનિશ ગીત પણ ગાયું.
ફેન્સનો દાવો – સિંગરની હત્યા કરવામાં આવી લિયામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે તેના મૃત્યુના એક કલાક પહેલાનો છે. આ લિયામે તેની સ્નેપચેટ પર પોસ્ટ કર્યું હતું. આમાં તેમના રૂમમાં ટિક-ટોકર પણ જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે જે તે રૂમની હોવાનું કહેવાય છે જેમાં લિયામ રહેતો હતો. ત્યાં ઘણો સામાન તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે મ્યુઝીસિયનની હત્યા કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિંગરના હોટલના રૂમની તસવીરો છે. તસ્વીરોમાં વેરવિખેર સામાન અને ડ્રગ્સ દેખાય છે.
લિયામે પોતાના મૃત્યુના એક કલાક પહેલા આ વીડિયો શેર કર્યો હતો. આમાં તે ખુશ જણાતો હતો. ત્યાં એક મહિલા પણ હતી જે પ્રખ્યાત ટિકટોકર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ફેક વીડિયો પણ વાયરલ એક વીડિયો પણ વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ બાલ્કનીમાંથી પડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લિયામ છે. જો કે, આ ગયા વર્ષે મેક્સિકોમાં બનેલી એક ઘટનાની છે, જેમાં એક વ્યક્તિ આગથી બચવાનો પ્રયાસ કરતી વખતે તેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડી ગયો હતો.
આ વીડિયો વિશે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ સિંગર હોટલમાંથી પડી જવાનો વીડિયો છે.
ઘણા મોટા સિંગર્સોએ દુઃખ વ્યક્ત કર્યું લિયામ તેના ગીતો ‘કિસ યુ’, ‘મેજિક’, ‘પરફેક્ટ’ અને ‘ફોર યુ’ માટે જાણીતો હતો. ચાર્લી પુથ, પેરિસ હિલ્ટન અને જેડવર્ડ જેવા મોટા સેલેબ્સે લિયામના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
સિંગર ચાર્લી પુથે પણ લિયામ સાથે એક ફોટો શેર કર્યો છે.
ચાર્લીએ લખ્યું કે તે લિયામના નિધનના સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી.
પેરિસ હિલ્ટને પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.