મુંબઈ59 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરના પરિણામો પછી આજે એટલે કે 17 ઓક્ટોબરના રોજ, બજાજ ઓટોના શેરમાં 8% થી વધુનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના અંદાજ કરતાં કંપનીના પરિણામો નબળા હોવાને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.
કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 2,005 કરોડનો ચોખ્ખો નફો કર્યો ઓટોમોબાઈલ કંપની બજાજ ઓટોએ નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 2,005 કરોડનો ચોખ્ખો નફો (સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ) કર્યો છે. વાર્ષિક ધોરણે 9% નો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1,836 કરોડનો નફો કર્યો હતો.
કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 13,127 કરોડની આવક મેળવી છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં બજાજ ઓટોની આવક રૂ. 10,777 કરોડ હતી. આ વખતે વાર્ષિક ધોરણે તેમાં 22%નો વધારો થયો છે. કંપનીએ આજે (બુધવાર, ઓક્ટોબર 16) તેના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે.
બજાજ ઓટોનો શેર એક વર્ષમાં 106% વધ્યો બજાજ ઓટોના શેરે છેલ્લા 1 વર્ષમાં 106 % નફો આપ્યો છે. બજાજનો શેર 17 ઓક્ટોબર, 2024ના રોજ રૂ. 5,141 પર હતો, જે હવે રૂ. 10,624 પર છે. જ્યારે, કંપનીના શેર 6 મહિનામાં 17.22% વધ્યા છે.