- Gujarati News
- Entertainment
- Fardeen Khan Said The Reason For Taking A Break From Films Was That His Wife Was Having Trouble Conceiving A Child
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર ફરદીન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. તેમનો બ્રેક લગભગ 14 વર્ષનો હતો. હવે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તેણે શા માટે બ્રેક લીધો. આ દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે પણ વાત કરી.
ફરદીન ખાન 14 વર્ષના લાંબા બ્રેક પછી, તે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝથી અભિનયની દુનિયામાં પાછો ફર્યો છે. હાલમાં જ ફરદીન ખાન અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ખેલ-ખેલ’માં પણ જોવા મળ્યો હતો. ફરદીનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી, પરંતુ હવે આ ફિલ્મ OTT પર ટ્રેન્ડ કરી રહી છે. હાલમાં જ ફરદીન ખાને એક ઈન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેને અને તેની પત્નીને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી થઈ રહી હતી, ત્યારબાદ તે લંડન ગયો હતો.
પર્સનલ લાઇફ વિશે બોલ્યો ફરદીન ખાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ફરદીન ખાને કહ્યું કે, તે સમયે અમને બાળક થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, તેથી અમે લંડન ગયા. ત્યાં, અમે એક ખૂબ જ સારા ડૉક્ટરને મળ્યા, પછી અમારી પુત્રીનો જન્મ (IVF દ્વારા) 2013 માં થયો, પછી અમારા પુત્રનો જન્મ 2017 માં થયો.”
લાંબો બ્રેક લેવાનું કારણ આ હતું ફરદીન ખાને કહ્યું કે તેની પુત્રીના જન્મ પછી તે માત્ર બે વર્ષનો બ્રેક લેવા માંગતો હતો, પરંતુ તે બ્રેક વધુ લાંબો થઈ ગયો કારણ કે તે તેના બાળકો સાથે સમય પસાર કરવાનો આનંદ માણી રહ્યો હતો. તેણે કહ્યું, “કાશ મેં કામમાંથી આટલો લાંબો બ્રેક ન લીધો હોત. એક માત્ર સારી વાત એ છે કે મારી પાસે બે સુંદર બાળકો છે, જેમની સાથે હું આટલો સમય વિતાવી શકું છું.”
આ વર્ષે ફરદીન ખાન ‘હીરામંડી’, ‘ખેલ-ખેલ મેં’ અને સંજય ગુપ્તાની ‘વિસ્ફોટ’માં જોવા મળ્યો છે. ફરદીને કહ્યું કે બ્રેક પછી કામ પર પાછા ફરવું એ એક સંઘર્ષ હતો, કારણ કે, તે 50 વર્ષની ઉંમરે સ્ક્રીન પર પરત ફરી રહ્યો હતો.