ગોધરા શહેરમાં આવેલા શહેરા ભાગોળ વિસ્તારમાં દશેરાના દિવસો બાઈક અડી જવા જેવી સામાન્ય બાબતે કેટલાક ઈસમોએ ભેગા મળીને બે યુવકોને ગડદાપાટુંનો માર મારવામા આવ્યો હતો. ભોગ બનેલાઓને દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હુમલાખોરો ત્યાં જઈને મારી નાખવાની ધમકી આપવ
.
ગોધરા શહેરમાં આવેલ શહેરા ભાગોળ ફાટક પાસે દશેરાના દિવસે સામ સામે બાઈક અડી જવાની સામાન્ય બાબતને લઇને અસામાજિક તત્વોએ તાંડવ મચાવ્યું હતું, ખાડીફળિયા કેટલાક ઈસમોએ ભેગા મળી બે યુવકોને ગડદાપાટુંનો માર મારી લોહી લુહાણ કરી દેવામાં આવ્યાં હતા. યુવાનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ માથાભારે અસામાજિક તત્વોએ સિવિલમાં પહોંચી સારવાર લઈ રહેલા બંને યુવકોને અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલા યુવકને માર મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપ સાથે તિરગરવાસના લોકોએ આ અસામાજિક તત્ત્વોને સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે ડીવાએસપીનેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ હુમલાખોરોને ભોગ બનેલાઓએ દવાખાને પહોચીને યુવાનોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. સાથે સાથે દાક્તરને અભદ્ર ભાષામા વાતકરી હતી. ડોક્ટરે દરવાજો બંધ કરી દીધો હતો અને પોલીસને બોલાવી હતી.જાહેર સ્થળો પર માથાભારે તત્વો આ કરે તે ખોટુ છે તેમને કોઈ ડર રહ્યો નથી. આ મામલે સીસીટીવી ફુટેજ બધે લાગેલા છે તે જોઈને કાર્યવાહી કરવાની માગ આવેદનપત્રમાં કરવામા આવી છે.