36 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડોની અવિરત ખરીદી છતાં ઈન્ડેક્સ બેઝડ ફોરેન ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કરી પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ચાઈનામાં અર્થતંત્રને ઉગારવા માટે મેગા સ્ટીમ્યુલસ પેકેજની માંગ વચ્ચે સરકારે આપેલા આશ્વાસનથી ઉદ્યોગો, બજારો સંતુષ્ટ નહીં હોવાના સંકેતે એશીયાના બજારોમાં ધોવાણ સાથે ઓપેક દ્વારા વૈશ્વિક ક્રુડ ઓઈલના વર્ષ 2024માં માંગનો અંદાજ ઘટાડીને મૂકાતાં અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના ઓઈલ ભંડારો પર હુમલો નહીં કરવાના અહેવાલની પોઝિટીવ અસરે ક્રુડના ભાવ તૂટતાં અને ઘર આંગણે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના મેગા આઈપીઓને લઈ લિક્વિડિટી મર્યાદિત બનતાં સેન્સેક્સ, નિફટી બેઝડ સતત બીજા દિવસે નરમાઈ રહી હતી.
સેન્સેક્સ 494 પોઈન્ટના ઘટાળા સાથે 81006 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 205 પોઈન્ટના ઘટાળા સાથે 24843 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 550 પોઈન્ટના ઘટાળા સાથે 51491 પોઈન્ટના સ્તરે બંધ થયો. વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે આજે નરમાઈ રહી હતી.સેન્સેક્સ, નિફટીમાં સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થયા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજની અનિશ્ચિતતા સાથે આર્થિક રિકવરી મામલે અવિશ્વાસે વૈશ્વિક બજારોમાં સતત નરમાઈ રહી હતી.ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ સતત ચાલુ રહ્યું હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના મેગા આઈપીઓ માટે ફંડની જોગવાઈ કરવારૂપી અન્ય ઓટો શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરો સતત વેચવાલ રહ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ફંડોએ ઘણા શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. બેંકિંગ શેરોમાં પણ ફંડો આજે તેજીના નવા વેપારમાં સાવચેત રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા આજેસાધારણ રિકવરી જોવા મળી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,રિલાયન્સ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટોરેન્ટ ફાર્મા,ઈન્ડીગો,ડીવીસ લેબ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,હિન્દુસ્તાન યુનીલીવર,મુથૂટ ફાઈનાન્સ,હવેલ્લ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,ભારતી ઐરટેલ,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4068 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2688 અને વધનારની સંખ્યા 1272 રહી હતી, 104 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 236 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 312 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24843 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24979 પોઇન્ટના પ્રથમ અને 25008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24770 પોઇન્ટથી 24676 પોઇન્ટ, 24606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.25008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51491 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51808 પોઇન્ટના પ્રથમ અને 52008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51303 પોઇન્ટથી 51188 પોઇન્ટ,51008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( 2981 ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2929 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2909 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3003 થી રૂ.3018 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3033 ઉપર તેજી તરફી ધ્યાન…!! એસીસી લીમીટેડ ( 2271 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2239 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2208 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2294 થી રૂ.2308 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ઓબેરોઈ રીયાલીટી ( 1900 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1944 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1880 થી રૂ.1868 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1950 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! વોલ્ટાસ લીમીટેડ ( 1837 ):- રૂ.1873 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1800 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1808 થી રૂ.1787 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1909 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યાનું બોફા સિક્યુરિટીસના સર્વેમાં જણાયું છે. હાલમાં ચીનમા નીચા મૂલ્યાંકને રોકાણ કરવામાં સારુ વળતર મળી રહેવા ફન્ડો આશા રાખી રહ્યા છે. મંદ પડેલા અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યાનું બોફા સિક્યુરિટીસના સર્વેમાં જણાયું છે. હાલમાં ચીનમા નીચા મૂલ્યાંકને રોકાણ કરવામાં સારુ વળતર મળી રહેવા ફન્ડો આશા રાખી રહ્યા છે. મંદ પડેલા આર્થિક વિકાસને ગતિ આપવાના પ્રયાસમાં સરકાર ઋણ સાધનો જારી કરવામાં નોંધપાત્ર વધારો કરશે એમ ચીનની સરકારે ગયા સપ્તાહમાં જાહેર કર્યું હતું, આ અગાઉ સપ્ટેમ્બરમાં નાણાંકીય ટેકાની પણ જાહેરાત કરાઈ હતી જે કોરોના બાદ સૌથી મોટા નાણાંકીય પગલાં હતા.
મુખ્ય ઉભરતા બજારોમાં, ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે અને 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે, ગુરુવારે એક વૈશ્વિક અહેવાલ દર્શાવે છે.એસ એન્ડ પી ગ્લોબલના એક અહેવાલ મુજબ,ઉભરતા બજારો આગામી દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે,જે 2035 સુધીમાં સરેરાશ 4/.06% GDP વૃદ્ધિ કરશે,જેની સરખામણીમાં અદ્યતન અર્થતંત્રો માટે 1.59% છે.2035 સુધીમાં, ઊભરતાં બજારો વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં લગભગ 65% યોગદાન આપશે. આ વૃદ્ધિ મુખ્યત્વે ચીન, ભારત, વિયેતનામ અને ફિલિપાઈન્સ સહિત એશિયા-પેસિફિકમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ દ્વારા ચલાવવામાં આવશે.2049માં ‘વિકસીત ભારત’માં સ્થપાયેલ ભારતનું લક્ષ્ય 2047સુધીમાં વર્તમાન $3.6 ટ્રિલિયનથી $30 ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું છે.ભારત,ઇન્ડોનેશિયા અને બ્રાઝિલે તેમના સાથીદારોની તુલનામાં સુધારા કર્યા છે અને આગામી દાયકામાં તેઓને આગળ વધવાની વેગ છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.