28 મિનિટ પેહલા
- કૉપી લિંક
15 ઓક્ટોબરે ફિલ્મ મેકર સંદીપ સિંહે દૂરદર્શન સાથે મળીને ‘ફૌજી 2’ ની જાહેરાત કરી હતી. આ વખતે આ શોમાં અંકિતા લોખંડેના પતિ વિકી જૈન, ગૌહર ખાન સિવાય 12 નવા ચહેરાઓ જોવા મળશે. દરમિયાન, એક મીડિયા રિપોર્ટ અનુસાર, 2009માં શાહરૂખ ખાને પુલકિત સમ્રાટ અને રૂપલ ત્યાગી સાથે તેના બેનર હેઠળ ‘ફૌજી 2’ બનાવવાનું શરૂ કર્યું હતું. જોકે, શો ક્યારેય ઓન એર થયો નથી.
ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા પુલકિત સમ્રાટે કહ્યું, ‘શાહરુખ ખાનને મળવું ખૂબ જ ખાસ હતું. હું તેના પગલે ચાલીને દિલ્હીથી મુંબઈ આવ્યો. પછી મને તેમના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના શો ‘ફૌજી 2’ માં કામ કરવાની તક મળી. આમાં મેં શાહરૂખ ખાનના પુત્રનો રોલ કર્યો હતો. તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો તે મારા માટે મોટી વાત છે. દુઃખની વાત એ છે કે આ શો ક્યારેય ઓન એર ન થઈ શકયો.
પુલકિત સમ્રાટે કહ્યું, ‘શાહરુખ ખાન ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. શૂટિંગ દરમિયાન તેને મને ઘણું શીખવ્યું. તેને સેટ પર કેવી રીતે કામ કરવું તે સમજાવ્યું. કેવી રીતે કલાકારો સેટ પર દરેક જગ્યાનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, તેને મને તેના કામના કેટલાક રહસ્યો પણ જણાવ્યા.
રૂપલ ત્યાગીએ શાહરૂખ ખાનને મળવાની વાત પણ શેર કરી હતી. એકટ્રેસે કહ્યું, ‘મને શાહરૂખ ખાનની ‘ફૌજી 2’માં મુખ્ય ભૂમિકા મળી હતી. તે હંમેશા સેટ પર લોકોને પ્રોત્સાહિત કરતા હતા. દરેકની ભૂમિકા વિશે જાણતા હતા. તેને દરેકના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, ‘હું આશા રાખું છું કે ફૌજી 1 એ મારા માટે જે કર્યું, ફૌજી 2 તમારા બધા માટે તે જ કરશે.’
શાહરૂખ ખાને ફૌજી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું વર્ષ 1989માં ફૌજી સિરિયલ આવી હતી, જેમાં શાહરૂખ ખાને અભિમન્યુ રાય નામના જુનિયર સૈનિકની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલના કારણે તે દરેક ઘરમાં સૈનિક બનીને ફેમસ થઈ ગયો.
,
આ સમાચાર સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો….
35 વર્ષ બાદ આવશે કિંગ ખાનના ડેબ્યુ શો ની સિકવલ:’ફૌજી 2′ દૂરદર્શન પર થશે ટેલિકાસ્ટ, વિકી સહીત 12 નવા એક્ટરની એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી
શાહરૂખ ખાનની આઇકોનિક સિરિયલ ‘ફૌજી’ હવે 35 વર્ષ બાદ ટીવી પર કમબેક કરવા જઇ રહી છે. ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે દૂરદર્શન સાથે મળીને ‘ફૌજી 2’ ની જાહેરાત કરી છે. આ શો પડકારો, સંઘર્ષ અને આર્મીના લોકોની મિત્રતા પર આધારિત હશે, વાંચો સંપૂર્ણ સમાચાર…