સ્પોર્ટ્સ ડેસ્ક11 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહિલા T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ સાથે જ વુમન્સ T20 વર્લ્ડ કપમાં નવી ચેમ્પિયન મળશે. ન્યૂઝીલેન્ડે શુક્રવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં 2016ની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 8 રનથી હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને 129 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 120 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી એડન કાર્સને 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી હતો.
ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે. ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલીવાર ફાઈનલ રમાશે. આ રીતે, આ વખતે મહિલા T20 વર્લ્ડ કપની નવી ચેમ્પિયન મળી જશે. કિવી ટીમ 14 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 2009 અને 2010 બંને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી પરંતુ બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો.
એડન કાર્સન (ડાબેથી બીજા ખેલાડી)ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરી હતો.
પ્લિમરે સૌથી વધુ 33 રન બનાવ્યા પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર જ્યોર્જિયા પ્લિમરે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. સુઝી બેટ્સે 26 રનની ઇનિંગ રમી હતી. ટીમની કેપ્ટન સોફી ડિવાઈન 12 રને આઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે ડિઆન્ડ્રા ડોટિને 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. એફી ફ્લેચરે 2 વિકેટ લીધી હતી.
ડોટીનનું ઓલરાઉન્ડ પ્રદર્શન ટાર્ગેટને ચેઝ કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવી હતી. ડિઆન્ડ્રા ડોટિને ટીમ માટે ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શકી નહોતી. તે 4 વિકેટ લઈને ટીમની ટોપ સ્કોરર પણ હતી. તેણે 22 બોલમાં 33 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી એડન કાર્સને 3 વિકેટ ઝડપી હતી. એમેલિયા કેરે 2 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડ પાંચમી વખત અને વેસ્ટ ઈન્ડિઝ છઠ્ઠી વખત સેમિફાઈનલ રમી રહી હતી ન્યૂઝીલેન્ડ તેના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહ્યું છે. આ ટીમની પાંચમી સેમિફાઈનલ હતી. આ ટીમ 2009 અને 2010માં બે વખત રનર્સઅપ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝની આ છઠ્ઠી સેમિફાઈનલ હતી. આ પહેલા ટીમે 2010, 2012, 2014, 2016 અને 2018માં સેમિફાઈનલ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2016માં આ ખિતાબ જીત્યો હતો.