દેશ ભરમાં ભાજપના સદસ્યતાની 6 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં દેશ ભરમાં BJP.દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન 2જી સપ્ટેમ્બરના રોજ શરૂઆત કરવામાં આવ્યું હતું. 18મી ઓક્ટોબર સુધીમાં દેશભરમાં 9 કરોડથી વધુ સદસ્યો બનાવી ચુક્યા છે. ગુજરાત રાજ્યમા 1 કરોડથી વધુ લોકોએ ભા
.
દેશમાં ભાજપના સદસ્યોની 6 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં 2જી સપ્ટેમ્બર 2024થી દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશના લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવા અને ભાજપના સદય બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશભરમાં 9 કરોડથી વધુ લોકો ભાજપની સદસ્યતા મેળવી ચુક્યા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં 1 કરોડથી વધુ લોકો BJPની વિચારધારા સાથે જોડાઈ ભાજપમાં સદસ્યતા મેળવી ચુક્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ પૈકી સદસ્યતા અભિયાનમાં સૌથી વધુ સારી કામગીરી કરનાર ટોપ ટેન સાંસદોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં સદસ્યતા અભિયાનની જવાબદારી સંભાળનાર પોરબંદરના સંસાદ મનસુખ માંડવિયા રાજ્યમાં પ્રથમ સ્થાને છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ રાજ્યમાં બીજા ક્રમે છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ રાજ્યમાં ત્રીજા ક્રમે છે. જ્યારે વલસાડના સાંસદ ધવલ પટેલ રાજ્યમાં સદસ્યતા અભિયાનમાં 6ઠા ક્રમે છે.
વલસાડ લોકસભા બેઠકમાં આવતા ડાંગ, વાંસદા, ધરામપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ વિધાનસભા વિસ્તાર મળી કુલ 2,93,624 સદસ્ય બાનાવ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રદેશમાં સદસ્યતા અભિયાનમાં સંસાદમાં ટોપ ટેન સાંસદોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વલસાડના સંસાદ ધવલ પટેલ 6ઠા ક્રમે રહ્યા હતા. સાંસદે વલસાડ જિલ્લા અને વાંસદા અને ડાંગ ના ભાજપના કાર્યકરો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડ લોકસભા બેઠકમાં વિધાનસભા મુજબ સદસ્ય ડાંગ. 34,753 વાંસદા. 33,812 ધરમપુર. 39,507 વલસાડ. 62,183 પારડી. 56,881 કપરાડા. 33,075 ઉમરગામ. 33,413
વલસાડ જિલ્લામાં કુલ 2.25 લાખ લોકોને BJPના રાટ્રીય સદસ્ય બનાવ્યા છે. જેમાં સૌથી વધુ વલસાડ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલે 62,183 જયારે સૌથી ઓછા કપરાડા તાલુકામાં જીતુભાઇ ચૌધરી 33,075 અને ઉમરગામ તાલુકામાં 33,413 સદસ્ય બન્યા છે.