ભચાઉ તાલુકાના અધોઈ ગામમાં રહેતાં રસીલાબેન જગદીશભાઈ કોલીને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતા પરિજન દ્વારા 108 ઇમરજન્સી સેવામાં કોલ કરાયો હતો. આ કોલ સમાખીયાલી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમને મળતા હાજર કર્મચારીઓ ઇએમટી કિરણ જોષી અને પાઈલોટ અસગરભાઈ
.
દરમિયાન આ સમયે ઇએમટી દ્વારા 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સફળતા પુર્વક ડિલિવરી કરાવી હતી. માતાએ દીકરીને જન્મ આપ્યો હતો. બાદમાં વધુ સારવારર્થે માતા અને બાળકને લાકડીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. દીકરીનો જન્મ થતાં પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીના સમયે જરાપણ વિલંબ કર્યા વગર ડિલિવરી કરાવતા માતા અને બાળક બન્નેના જીવ બચી ગયા હતા.. પ્રોગ્રામ મેનેજર સુજીત સર અને EME હરેશ વાણીયા દ્વારા ટીમની પ્રશનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.